સુરત : પાંડેસરા વડોદ વિસ્તારમાં મકાનની ગેલેરી ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાતના સમયે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે 108થી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમ્યાન એક વ્યક્તિનું મોત થયું હતું.
આ દુર્ઘટનામાં સચિન (ઉં.વ.21), દિપેન્દ્ર રામબહાદુર યાદવ (ઉં.વ. 16) આલોક રામબહાદુર યાદવ (ઉં.વ.21) અને સોભાન રામબહાદુર યાદવ (ઉં.વ.19) ઘાયલ થયા હતા. જેમાંથી એકનું મોત થયું છે.
Author : Gujaratenews
20-Aug-2024