બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.નાણામંત્રી પાસેથી દરેક ક્ષેત્રને ઘણી અપેક્ષાઓ છે.ત્યારે હીરા ઝવેરાત ઉદ્યોગને બજેટમાં કેટલો લાભ મળશે તેના પર સહુની નજર કેન્દ્રીત થઈ છે.

29-Jan-2022

1) કરોડોની નિકાસ –અમેરીકા-યુરોપ,ચીન,મધ્ય પુર્વના દેશો, હોંગકોંગ , બેલ્જીયમ સહીત વિશ્વના અનેક દેશોમાં હીરા ઝવેરાતની માંગ સતત વધી રહી છે.જેની નિકાસ દ્વારા વર્ષે દહાડે અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ અને લાખો લોકોને રોજગારી મળે છે.વિશ્વના15 પૈકી 14 હીરા ભારતમાં તૈયાર થાય છે.

કોરોના અન્ય ઉદ્યોગ માટે નુકસાન કારક રહ્યો છે,જ્યારે તેનાથી વિપરીત જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે લાભકારી સાબિત થયો છે.નાણાકીય વર્ષ 2019-20 ની તુલનાએ વર્ષ 2021માં નિકાસમાં ધરખમ વધારો થયો છે.વિતેલા વર્ષમાં તૈયાર હીરામાં 38 ટકા,લેબબ્રોનમાં 360 ટકાનો,સિલ્વર જ્વેલરીમાં 250 ટકાનો અને પ્લેટિનમ જ્વેલરીમાં 125 ટકાનો નિકાસ ગ્રોથ છે.

2) સરકારની તિજોરીને ફાયદો- નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાનને ધ્યાને લઈને ભારતના જોશીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ક્ષેત્રની ક્ષમતા પારખી ગત જુલાઈમાં હીરા અને ઝવેરાત ઉદ્યોગને નાણાકીય વર્ષ 2021-22 માં 42 અબજ ડોલરના હીરા અને જ્વેલરી ની નિકાસ કરવાનો એક મોટો લક્ષ્યાંક આપ્યો હતો.વડાપ્રધાને પેલી ઉપરોક્ત ચેલેન્જનો સહર્ષ સ્વીકાર કરી નિર્ધારીત નિકાસ લક્ષ્યાંકને હાંસિલ કરી જંગી રનથી જીત મેળવવા હાલ હીરા ઉદ્યોગ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.ગત નાણાકીય વર્ષના પ્રથમ છ મહીનામાં લગભગ 46 ટકાની સિધ્ધિ હાંસિલ કરીને હીરા ઉદ્યોગે વડાપ્રધાનને ગત દીવાળીએ ખુશીની સોગાદ આપી દીધી હતી.આ નિકાસ થકી સરકારની તિજોરીને ખુબ મોટો ફાયદો થયો છે.

3) હીરા-ઝવેરાત ઉદ્યોગની મુખ્ય માંગ –  ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ અને જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ કહ્યુ કે વડાપ્રધાનશ્રી ઉદ્યોગકારોને વેલ્યુ એડીશન કરવાની હાંકલ કરી રહયા છે. જેથી એ દિશાના પ્રયાસના ભાગરૂપે સુરતમાં 350 જેટલા ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગના યુનિટો ચાલુ થયા છે.

કેન્દ્રીય બજેટમાં હીરાને સ્ટોન પોલિસીમાં સમાવવા પણ જીજેઇપીસી તરફથી રજુઆત કરવામાં આવી છે.ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીના ઈ-કોમર્સ થકી વ્યવસાયના પ્રચારને લગતા નિયમો ઘડવામાં આવે એવી માંગ છે.જેમ કે કૂરિયર થકી જ એક્સપોર્ટની એસ.ઓ.પી.,ગૂડ્સ રીટર્નની ફેસિલિટી આપવામાં આવે.

સીધા કરવેરાને લગતા પ્રસ્તાવ મુંબઈમાં સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માટે કરવેરા ની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવે.ફોરેન માઇનિંગ કંપની માટે એસએનઝેડમાં રફ હીરાના વેચાણ પર ટર્નઓવર લિંક્ડ ટેક્સ રેટ દાખલ કરવામાં આવે.ફોરેન માઇનિંગ કંપની દ્વારા ટર્નઓવર ટેક્સ ચૂકવવામાં આવશે પણ એ 0.16 % (બેલ્જિયમમાં દર ) કરતાં વધુ ન હોય.

બિઝનેસ ટુ બિઝનેસ ઇન્ટરનેશનલ ડાયમંડ ઓક્શન્સ માટે ઓનલાઈન કિંમતી અને અર્ધ કિંમતી જેમ સ્ટોન્સ માટે જોબ વર્ક પોલિસી વિસ્તરણમાં રજુ કરવામાં આવે .કેમકે ઇક્વલાઇઝેશન પર સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે.

સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોનના સનસેટ ક્લૉઝને લંબાવવા બાબતે જીજેઇપીસી દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ આ કાઉન્સિલે સનસેટ ક્લોઝના વિસ્તરણ તરીકે સેઝમાં જેમ્સ અને જ્વેલરી એકમો માટે કોર્પોરેટ આવક વેરો 25 થી 15 % ઘટાડવા માટેનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

રફ કલર જેમ સ્ટોન પર 0.50 ટકાની મુળભુત કસ્ટમ ડ્યુટીની નાબુદી કરવામાં આવે.

હીરા, કિંમતી અને અર્ધ કિંમતી જેમ સ્ટોન્સ માટે જોબ વર્ક પોલીસી રજૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ઇ-કોમર્સ ઓપરેટર દ્વારા ભારતમાં રહેતી વ્યક્તિને કરવામાં આવતી ઇ-કોમર્સ સપ્લાય અથવા સેવાઓમાંથી મળેલી સહમત રકમના 2% ના દરે ઇક્વલાઇઝેશન વસુલવામાં આવે છે.

ડાયમંડ સેક્ટર પર ELનો બોજ ન આવે તે માટે યોગ્ય સુધારો કરવામાં આવે.પછી ભલે રફ હીરાની ખરીદી ડિજીટલ પ્લેટફોર્મ પર હરાજી દ્વારા કરવામાં આવે.

SEZ ના સન સેટ ક્લોઝ લંબાવવામાં આવે તે બાબત

ઇમ્પોર્ટ ડ્યુટીના રીફંડ અને વિદેશીઓ દ્વારા કરવામાં આવતી ખરીદી પર GST અંગે પોલિસી અને પ્રક્રિયા જાહેર કરવામાં આવે

સોનાના દાગીનાની નિકાસ કરવા માટે જીએસટી રીફંડની જેમ ઇ.ડી.આઇ. સિસ્ટમ દ્વારા “ રેટ એન્ડ ટેક્સ રીફંડ ‘ મિકેનિઝમ દાખલ પણ કરવા માટે પણ રજુઆત કરવામાં આવી છે.

કિમ્બરલી પ્રોસેસ હેઠળ વિદેશમાંથી આયાત કરાયેલા સોન ડાયમંડને ઇમ્પોર્ટ ડયુટી લાગુ કર્યા વિના રફ ડાયમંડ તરીકે વર્ગીકૃત કરવા બાબત માંગ કરાઇ છે.

ભારતમાં જ્વેલરી પાર્ક સ્થાપવા માટે ટેક્સટાઈલ પાર્ક માટે જે પ્રધાનમંત્રી મિત્રા પોલિસી છે તેનો વિસ્તાર કરવામાં આવે.

ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીના ઈ કોમર્સ થકી વ્યવસાયના પ્રચારને લગતા નિયમો ઘડવામાં આવે જેમકે કૂરિયર થકી એક્સપોર્ટની એસ.ઓ.પી., ગૂડ્સ રીટર્નની ફેસિલિટી. પોસ્ટ મારફત એક્સપોર્ટ વિગેરે બાબતોનો પ્રસ્તાવ વાણિજ્ય મંત્રાલય સમક્ષ મોકલવામાં આવ્યો છે.

પરોક્ષ કર માળખા અંગે જીજેઇપીસીએ સરકારમાં નીચે મુજબ પ્રસ્તાવ મોકલ્યા છે.

કટ અને પોલિશ્ડ હીરા અને કિંમતી અને અર્ધકિંમતી રત્નો પરની આયાત ડ્યુટી 7.5 % થી ઘટાડીને 2.5 % કરવામાં આવે. રફ કલર જેમસ્ટોન્સ ( રત્નો ) પર 0.50 % ની મૂળભૂત કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવે. તદુપરાંત કિંમતી ધાતુઓ સોના ચાંદી પ્લેટિનમ પરની ઇમ્પોર્ટડ્યુટી 7.5 % થી ઘટાડીને 4 ટકા ક૨વામાં આવે.ઇમ્પોર્ટ ટયૂટીના રિફંડ અને વિદેશી સહેલાણીઓ દ્વારા કરવામાં આવતી ખરીદી પર GST અંગે પોલિસી અને પ્રક્રિયા જાહેર કરવામાં આવે.

જ્વેલરી ઉદ્યોગની માંગ : સરકારે GST ઘટાડવો જોઈએ – દેશની જ્વેલરી ઉદ્યોગ સંસ્થા ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ સરકાર પાસે બજેટમાં GST ઘટાડીને 1.25 ટકા કરવાની માંગ કરી છે.
જીજેસીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને તેની પ્રી-બજેટ ભલામણોમાં સોના,કિંમતી ધાતુઓ,જેમ્સ અને જ્વેલરી પર 1.25 ટકા જીએસટી દર નક્કી કરવા કહ્યું છે. અત્યારે જેમ્સ અને જ્વેલરી પર GSTનો દર 3 ટકા છે.

Author : Gujaratenews