તાઉ તે વાવાઝોડું 300 કિમિ દુર, 242 ગામ એલર્ટ પર, NDRFની 44 ટીમ તૈનાત, 100થી વધુ ICU ઓન વ્હીલ્સ સ્ટેન્ડ ટૂ
16-May-2021
ભીષણ ચક્રવાતમાં ફેરવાયું તાઉ-તે વાવાઝોડુ.
ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઇને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ ચૂક્યું છે.
‘તાઉ તે’ 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને હવે તે વેરાવળથી 300 કિમી દૂર છે. વાવાઝોડું પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે 18 મેના રોજથી પસાર થશે. જણાવી દઈએ કે પહેલા પોરબંદર અને નલિયા વચ્ચે ત્રાટકવાનું હતું વાવાઝોડું. વાવાઝોડાનાં પગલે સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેજ પ્રમાણે વરસાદની શરૂઆત પણ થઈ ચુકી છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.
ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF, SDRF અને વાયુસેના એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લા તંત્રએ લોકોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તો ગીર સોમનાથ તંત્ર સ્થળાંતર અને વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. આ તરફ ભરૂચમાં 29 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં એક તરફ SDRFની ટીમ પહોંચી છે, તો બીજી તરફ શહેરના તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે.
વલસાડના દરિયાકાંઠાને અડીને આવેલા 35 સહિત નજીકના 84 ગામોને એલર્ટ કરી દેવાયા છે. સેલ્ટર હોમમાં લોકોના રહેવા, જમવાની આગોતરી તૈયારી કરાઇ છે. આ તરફ જામનગરમાં NDRFની 15 ટીમ પહોંચી ગઇ છે. તો કચ્છમાં કોસ્ટલ વિસ્તારમાં આવતા 53 ગામોને સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.ભાવનગરમાં 43 ગામોને સાવચેત કરાયા છે અને મહુવા ખાતે NDRFની એક ટીમ તહેનાત કરી દેવાઇ છે.
ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાને લઈ સરકાર સતર્ક બની ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવશે. ગુજરાતમાં NDRFની 44 ટીમ પહોંચવાની છે. NDRF અને SDRFની ટીમ સોમવારે સવારથી લઈને સાંજ સુધીમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ તમામ લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તો 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
તાઉ તે મુંબર્ઈ તરફ આગળ વધી રહ્યું છે અને એટલે જ મુંબઈમાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. માછીમારોને વાવાઝોડા અંગે જાગૃત કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ કોરોનાનો પ્રકોપ પણ મુંબઈમાં જોવા મળી રહ્યો છે અને જે કોવિડ સેન્ટરો મેદાનમાં બનાવવામાં આવ્યા છે તે દર્દીઓને નુકસાન ન પહોંચે એટલા માટે તેમને સુરક્ષીત સ્થળોમાં ખેસડવામાં આવ્યા છે તો બીજી તરફ મોટા વૃક્ષોને કાંપી નાંખવામાં આવ્યા છે જેથી વધુ નુકસાન ન થાય. સમુદ્ર કિનારે પોલીસની અને બચાવ ટૂંકડીની તૈનાતી કરી દેવામાં આવી છે અને કોઈપણ સ્થિતિને પહોંચવા માટે ટિમોને એલર્ટ કરી દેવામાં આવી છે. બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે, મુંબઈના કિનારાથી થોડી દુરથી વાવાઝોડુ પસાર થશે તેમ છતા તમામ તૈયારી કરી લેવાનો તંત્રએ દાવો કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025