સુપ્રિમ કોર્ટનો સરકારને ટકોરો, ત્રીજી લહેરમાં બાળકો શિકાર બનશે તો કોની જવાબદારી, ભવિષ્ય માટે શું પ્લાનિંગ કર્યું છે

06-May-2021

નવી દિલ્હી : કોરોનાની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને સવાલ કર્યો છે કે જે આજે દરેક માતા પિતાને ડરાવે છે. કોરોના સંબંધિત સુનાવણી દરમિયાન જસ્ટીસ ચંદ્રચુડેએ કહ્યું કે,  અનેક હોસ્પિટલમાં રિપોર્ટ બતાવે છે કે ત્રીજી લહેર સો ટકા શરૂ થશે અને જો બાળકો પ્રભાવિત થશે તો માબાપ શું કરશે. હોસ્પિટલમાં રહેશે કે પોત પોતાના કામકાજ કરશે, તેમને લઇને સુપ્રિમે સવાલ ઉઠાવ્યો છે કે ભવિષ્યનો પ્લાન શું, રસીકરણ કેટલું થવું જોઇએ.

Author : Gujaratenews