વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખનું અનુદાન આપ્યું

06-May-2021

સોમનાથ મંદિર ટ્રસ્ટ કોરોના મહામારીમાં પ્રજાની વ્હારે, પ્રભાવ પાટણના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટમાં 50 લાખનું અનુદાન આપ્યું


સોમનાથ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ મંદિર કોરોના મહામારીમાં પ્રજાની પડખે આવ્યું છે. તીર્થધામ સોમનાથ પ્રભાસ પાટણના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખનું અનુદાન આપ્યું છે. આ ઉપરાંત વેરાવળ સોમનાથમાં ભોજન પહોંચાડવામાં આવે છે. લીલાવતી ભવન કોવિડ કેર માટે તંત્રને આપી દીધું છે.

Author : Gujaratenews