નવી દિલ્હી, :સૂરજની સપાટી પરથી પેદા થયેલ શક્તિશાળી સૌર તોફાન 1609344 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની તરફ આગળ વધી રહ્યું છે. આ સૌર તોફાન રવિવાર કે સોમવારના રોજ કોઇપણ સમયે પૃથ્વીને ટકરાઇ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ તોફાનના લીધે સેટેલાઇટ સિગ્નલોમાં અડચણ આવી શકે છે.
સ્પેસવેધર ડૉટ કોમ વેબસાઇટના મતે સૂર્યના વાયુમંડળમાંથી પેદા થયેલ આ સૌર તોફાનના લીધે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રભુત્વવાળા અંતરિક્ષનો એક વિસ્તારમાં ખૂબ પ્રભાવ જોવા મળી શકે છે. ઉત્તર કે દક્ષિણ અક્ષાંશો પર રહેતા લોકો રાત્રે સુંદર આરોરો જોવાની આશા વ્યકત કરી શકે છે. ધ્રુવોની નજીક આકાશમાં રાત્રિના સમયે દેખાતી રોશનીને આરોરા કહે છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનું અનુમાન છે કે આ પવન 16,09,344 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે બની શકે કે તેની સ્પીડ વધુ વધી હોય. નિષ્ણાતોનું કહેવું છે કે જોત અંતરિક્ષમાંથી મહાતોફાન ફરીથી આવે છે તો ધરતીના લગભગ દરેક શહેરમાં વીજળી ગુલ થઇ શકે છે.
સૌર તોફાનના લીધે ધરતીની બહારનું વાયુમંડળ ગરમાઇ શકે છે. તેની સીધી અસર સેટેલાઇટસ પર થઇ શકે છે. તેનાથી જીપીએસ નેવિગેશન, મોબાઇલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવીમાં અડચણ પેદા થઇ શકે છે. પાવર લાઇન્સમાં કરંટ ઝડપથી આવી શકે છે તેનાથી ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. જો કે સામાન્ય રીતે બહુ ઓછું એવું થઇ શકે છે કારણ કે ધરતીનો ચુંબકીય વિસ્તાર તેની વિરૂદ્ધ સુરક્ષા કવચનું કામ કરે છે.
1989માં પણ આવી ચૂકયું છે સૌર તોફાન
1989માં આવેલા સૌર તોફાનના લીધે કેનેડાના ક્યુબેક શહેરમાં 12 કલાક માટે વીજળી ગુલ થઇ ગઇ હતી અને લાખો લોકોને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. આ જ રીતે 1859ની સાલમાં આવેલા ચર્ચિત સૌથી શક્તિશાળી જિઓમેગ્નેટિક તોફાને યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્કને તબાહ કરી દીધું હતું. આ દરમ્યાન કેટલાંક ઓપરેટર્સે કહ્યું કે તેમને ઇલેક્ટ્રિકનો ઝાટકો લાગ્યો છે જ્યારે કેટલાંક અન્ય એ કહ્યું કે તેઓ બેટરી વગરના પોતાના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. નોર્ધન લાઇટસ એટલું પ્રકાશિત હતું કે આખા પશ્ચિમોત્તર અમેરિકામાં રાત્રિના સમયે લોકો છાપું વાંચવામાં સક્ષમ થઇ ગયા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025