કોરોનામાં પણ પેટ્રોલિયમ પેદાશોના ટેક્સપેટે કેન્દ્ર સરકારને 4.51 લાખ કરોડની આવક!

02-Jul-2021

RTIનો જવાબ મળ્યોઃ 2019-20ના સમયગાળામાં 2.88 લાખ કરોડ કરતાં કોરોનાકાળ સમયે પણ કેન્દ્રને લગભગ બમણી આવક

નવી દિલ્હી: કોરોનાના પ્રકોપ વચ્ચે નાણાકીય વર્ષ 2020–21માં પેટ્રોલિયમ ઉત્પાદકો પર કસ્ટમ ડ્યૂટી અને એક્સાઇસ ડ્યૂટીના રૂપમાં કેન્દ્ર સરકારનો અપ્રત્યક્ષ કર રેવેન્યૂ લગભગ 56.5 ટકા વધીને કુલ 4,51,542.56 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. આ ખુલાસો RTI દ્વારા એવા સમયે થયો છે, જ્યારે પેટ્રોલ ડિઝલની કિંમતો આકાશને આંબી છે. જેને લીધે આ ઈંધણો પર કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટેક્સને ઘટાડવાની માગ જોર પકડી રહી છે.

RTI કાર્યકર્તા ચંદ્રશેખર દિવસમાં પેટ્રોલના ભાવમાં ૮.૪૧ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. તેવી જ રીતે દિલ્હીમાં ડિઝલની કિંમત પણ વિતેલા બે મહિનામાં ૮.૪૫ રૂપિયા પ્રતિ લિટર વધીને ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લિટર થઈ છે. ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ પોતાની ઉચ્ચ સપાટીએ ચાલી રહી છે, જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો ક્રૂડ ઓઈલની કિંમત ૭પ ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. ઓક્ટોબર ૨૦૧૮માં તે ૮૦ ડોલર પ્રતિ બેરલથી વધારે હતી, છતાં સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લિટર આસપાસ હતી. પેટ્રોલ ડીઝલની કિંમત રોજ નવી ઉંચા સપાટી સર કરી રહી છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત સૌથી મોંઘી છે, અહીં હવે પેટ્રોલ ૧૦૯.૬૭ રૂપિયા પ્રતિ વિટર વેચાઈ રહ્યુ છે. જ્યારે ડિઝલની કિંમત ૧૦૨.૧૨ રૂપિયા પ્રતિ લિટર છે.

Author : Gujaratenews