યુટિલિટી : ઓઈલ ઈન્ડિયા અલગ-અલગ 119 જગ્યા પર ભરતી કરશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી ડ્રિલિંગ હેડમેન, ડ્રિલિંગ રિગમેન, ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર, કેમિકલ આસિસ્ટન્ટ, ડ્રિલિંગ ટોપમેન અને ગેસ લોગર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે oil-india.com પર 24 મેથી 22 જૂન સુધીમાં અપ્લાય કરી શકે છે.
લાયકાત
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત પોલિટેક્નિકના એન્જિનિયરિંગ ડિપ્લોમા હોલ્ડર પણ આ જગ્યા પર અપ્લાય કરી શકે છે.
જગ્યા - 119
Author : Gujaratenews
20-Aug-2024