હેપ્પી મધર ડે: તુ જે સબ પતા હૈના માં

09-May-2021

ઈ.સ. 1914થી મે મહિનાનો બીજો રવિવાર વિશ્વભરમાં માતૃશક્તિની વંદના અને કદર કરવાના આશયથી વર્લ્ડ મધર્સ ડે તરીકે ઉજવાય છે. મા વિશે દુનિયાભરના કવિઓ, સાહિત્યકારો કે લેખકોએ લખ્યું હશે, પણ વિશ્વમાં આપણે લાવનારી પ્રેમાળ મૂર્તિ વિશે કદાચ વેદ કે ગ્રંથ લખાય, તો કાંઈક છૂટ ગયું લાગણી રહી જાય. માને લાગણીનો ઘૂઘવતો દરિયો કહેવાય છે, ત્યારે પ્રસ્તુત તસવીરમાં રમણીય ઢળતી સાંજે દરિયાકિનારે દીકરીનો હાથ પકડી ઉભેલી મા જાણે શાંત સ્વરે દીકરીને વ્હાલથી લઇ માતૃત્વનો દરેક સ્પર્શ હાથ પકડી કહી જાય છે.

એક મા કે જેને દીકરાની બહુ ચિંતા હોય છે, એક મા કે જેનો દીકરો તેના માટે જ બધુ હોય છે ત્યારે કોરોનાથી એવી કેટલીય માતાઓ સંક્રમિત છે કે જે પોતે કોરોનાગ્રસ્ત છે અને છતાંય ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીના બાળકોને સાચવી રહી છે. હવે આ કઇ રીતે સાચવતી હશે તેની સામાન્ય વ્યક્તિને કલ્પના પણ નહીં હોય. બાળક રડે, ભુખ્યુ થાય તો સૌથી પહેલી ખબર એમની માતાને પડે છે. પિતા પણ કયારેક બાળકના રડવા પાછળના કારણ ઓળખી શકતા નથી. કોરોના થયો હોવા છતાં પણ માતાઓ પોતાની ફરજ અદા કરી રહી છે. આવા અનેક કિસ્સાઓ સમાજમાં જોવા મળી રહ્યા છે.

ભાવનગરના શિહોર ખાતે પિયરમાં ગયેલા ક્રિષ્નાબેન ગલાણીને કોરોના થતાં 15 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાની ફરજ પડી ત્યારે અન્ય અનેક કેસમાં માતાઓ હોમ ક્વોરન્ટાઇન છે અથવા હોસ્પિટલના બિછાને દાખલ છે. માતાઓને કોરોના થયો હોવા છતાં બાળકોની પણ ચિંતા સતાવતી હોય છે. તે ખાતું હશે કે નહીં, સુવાનું તેમનું શું થશે. આવી નાની મોટી દરેક બાબતની માતાને જ ખબર રાખવી પડતી હોય છે. પરંતુ કોરોના કાળમાં કોઇ પણ હોય કોરોનાએ દરેકને કઈને કઈને જીવતા શિખવાડી દીધું છે. 

Author : Gujaratenews