અનુકુળ વાતાવરણ સાપડતા જ ચોમાસુ ધીમે ધીમે દેશના અન્ય પ્રદેશ તરફ તરફ આગળ વધશે. આવનારા બે દિવસમાં નૈઋત્યનુ ચોમાસુ, કેરળથી આગળ વધીને તામિલનાડુ, પોડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, રાયલસીમાના વિસ્તારમાં બેસી જશે.ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ( Southwest monsoon ) આજે વિધિવત્ત રીતે કેરળમાં બેસી ગયુ હોવાની જાહેરાત કરી છે.
આ વર્ષે ચોમાસુ ( mosoon 2021 ) પહેલી જૂનના રોજ બેસી જશે તેવી આગાહી અગાઉ હવામાન વિભાગે કરી હતી. જેની તારીખ પાછળથી 3 જૂને ચોમાસુ બેસસે તેવી જાહેરાત કરી હતી. જો કે, પહેલી જૂનને બદલે ત્રીજી જૂનના રોજ ચોમાસુ બેસી ગયુ છે. ( Monsoon Onset Kerala )હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનારા બે દિવસમાં નૈઋત્યનુ ચોમાસુ, કેરળથી આગળ વધીને તામિલનાડુ, પોડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, રાયલસીમાના વિસ્તારમાં બેસી જશે. અનુકુળ વાતાવરણ સાપડતા જ ચોમાસુ ધીમે ધીમે દેશના અન્ય પ્રદેશ તરફ તરફ આગળ વધશે.આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ ( Southwest monsoon ) સામાન્ય રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 96થી લઈને 104 ટકા સુધીનો વરસાદ દેશના વિવિધ ભાગમાં પડશે. ગુજરાત સહીતના મઘ્ય ભારતમાં આ વર્ષે 104 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.આ વર્ષે અરબી સમુદ્રમાં આવેલ તાઉ તે વાવાઝોડુ અને ત્યાર બાદ બંગાળની ખાડીમાં આવેલ વાવાઝોડુ યાસને કારણે ચોમાસાની આગળ વધવાની ગતી પ્રભાવિત થઈ હતી. નૈઋત્યનુ ચોમાસુ અગાઉ જાહેર કરાયેલી તારીખ મુજબ, 1લી જૂને કેરળમાં ના આવી શક્યુ તેની પાછળ, કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન જવાબદાર ગણાય છે.કેરળના કેટલાક વિસ્તારમાં આજે બેસી ગયેલા ચોમાસુ હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ભારતના વિવિધ પ્રદેશમાં થઈને, આગામી 20 જૂન સુધીમાં ગુજરાતમાં વિધિવત રીતે બેસી જવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.
કર્ણાટક-આંધ્રપ્રદેશ | 5-8 જૂન |
ગોવા- મહારાષ્ટ્ર- તેલગણા | 10-15 જૂન |
ગુજરાત છત્તીસગઢ-ઓરીસ્સા | 15-20 જૂન |
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024