બુધ ગ્રહ પર 1 લાખ ટન હીરા હોવાની સંભાવનાઓ

05-Apr-2022

DIAMOND TIMES –કોલોરાડો સ્કૂલ ઓફ માઈન્સના ભૂસ્તરશાસ્ત્રીય ઈજનેર અને અવકાશ સંસાધનોના સહાયક પ્રોફેસર કેવિન કેનને જણાવ્યું હતું કે પૃથ્વીથી 48 માઇલના અંતરે આવેલો બુધ ગ્રહ ગ્રેફાઈટથી ઢંકાયેલો છે, જે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે.તેમના સંશોધનમાં સૂચવે છે કે બુધ ગ્રહની ભારે ક્રેટેડ સપાટી પર 16 ક્વાડ્રિલિયન ટન એટલે કે 1 લાખ ટન હીરા હોઈ શકે છે.

આ સંશોધન અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં લુનર એન્ડ પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ (LPSC)માં રજૂ કરવામાં આવ્યું હતું.તેઓએ સૂચવ્યું કે તે ઉલ્કાઓ, એસ્ટરોઇડ્સ અને ધૂમકેતુઓ સાથે અથડાયા પછી હીરામાં ફેરવાઈ શકે છે.જો કે તેમણે ઉમેર્યુ હતુ કે આ હીરાની ગુણવત્તાને બદલે ઔદ્યોગિક હોવાની શક્યતા વધુ છે.

શા માટે હીરા રેર છે ?

આપણી પૃથ્વી પર હીરાના ભંડારો ખુબ જ અલ્પ માત્રામાં છે.તેમા પણ માનવીને આસાનીથી હાથ લાગે તેવો હીરાનો પુરવઠો ખુબ જ અલ્પ છે.ધરતીના પેટાળમાં હજરો માઈલ ઉંડે હીરાનો જન્મ થાય છે.પૃથ્વીના પેટાળમાં હીરાને બનતા લાખો -કરોડો વર્ષ લાગે છે.ત્યારબાદ જ્વાળામુખી ફાટવાના કારણે તે હીરા સપાટી પર આવે છે.જ્યા તેનું ખાણકામ કરી બહાર કાઢવામાં આવે છે.પરિણામે તે રેર એટલે કે દુર્લભ અને અત્યતં મુલ્યવાન છે.

જો હીરા આપણા માટે આસાન રીતે ઉપલબ્ધ હોત તો તેની કિંમત કોડીની હોત.આપણી પૃથ્વી સિવાયના અનેક ગ્રહો પર હીરાના અઢળક ભંડારો છે.પણ તે આપણને સહેલાઈથી હાથ લાગતા નથી.જો માનવી માટે તે આસાનીથી ઉપલબ્ધ થશે તો હીરા રેર એટલે કે દુર્લભની શ્રેણીમાથી બહાર આવી જશે.અને તેની કિંમત પણ કોડીની થઈ જાય,પરંતુ વર્તમાન સંજોગોમાં આવી શકયતાઓ ખુબ ઓછી છે.

Author : Gujaratenews