ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ કેન્દ્રો પર મા કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે મા અમૃતમ - વાત્સલ્ય કાર્ડ હવે ડિસ્ટીક્ટ હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રમાંથી નીકળશે. ગરીબ અને મધ્યમ વર્ગને હોસ્પિટલનાં ખર્ચાને પહોંચી વળવા આશિર્વાદરૂપ બનેલા મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ ની નોંધણી અને તેમાં સુધારાઓ કરવા માટેની એજન્સી સરકારે ટર્મીનેટ કર્યા બાદ લોકો ભારે પરેશાન થઈ રહયા છે ઈમરજન્સી હોય ત્યારે જ આ કાર્ડનો ઉપયોગ થઈ શકતો નથી આ અંગે દરેક જિલ્લાઓમાંથી ફરિયાદો ઉઠતા અંતે રાજય સરકારે આ કાર્ડની કામગીરી માટે વ્યવસ્થા કરી છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા. 31/03/2021 ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા. 30/06/2021 સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં મા અને વાત્સલ્યમ્ કાર્ડ ધરાવનારા, હવેથી રૂપિયા 50,000ની મર્યાદામાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિના મૂલ્યે કરાવી શકશે. એક દિવસના રૂપિયા 5000 લેખે, 10 દિવસના રૂપિયા 50,000 સુધીની સારવાર, આગામી 10મી જુલાઈ 2021 સુધી વિનામૂલ્યે કરાવી શકશે. 80 લાખ પરિવારને કોરોનાની સારવારના ખર્ચમાં રાહત મળશે.
રાજ્ય સરકાર દ્વારા“આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”, “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂ. ૫ (પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે.
મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી, માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત/ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.
ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા-અમૃતમ્” અને “મા-અમૃતમ્ વાત્સલ્ય" યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. દા.ત. એક પરિવારમાં ૫ (પાંચ) વ્યક્તિ હોય તો પહેલાં ૫ (પાંચ) વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું. હવે પરિવારના પાંચ જણને અલગ-અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે જેથી તેના ઉપયોગમાં સરળતા રહેશે.
હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, CHC, PHCમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવેલ છે, તેથી બધા લાભાર્થી નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે, જેથી કોઇની સારવાર અટકશે નહીં.
“મા” યોજનાના દરેક લાભાર્થી આ માર્ગદર્શન પ્રમાણે કાર્યવાહી કરશે અને દરેક લાભાર્થી નવું કાર્ડ તાત્કાલિક જરૂરિયાત પ્રમાણે રૂ.૫ (પાંચ) લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
20-Aug-2024