તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી ગયું છે. હવામાન વિભાગે પણ આ મામલે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેની અસરને પગલે મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક અસર થશે : આ મુખ્યમંત્રી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો
તાઉતે વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં દસ્તક દઈ ચૂક્યું છે, હાલ દિવ નજીક આવી પહોચેલ વાવાઝોડુ બે કલાકમાં લેન્ડ ફોલ કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
મુખ્યમંત્રીએ મોડી રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને આ વાવાઝોડાની ગતિ, સ્થિતી અને તીવ્રતા વિશેની રજેરજની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સમીક્ષા બેઠક સંદર્ભમાં વિગતો આપતા જણાવ્યું કે, તાઉતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે. ભારે પવન અને વરસાદ શરૂ થયા છે. વાવાઝોડાને સંપૂર્ણપણે લેન્ડફોલ થતાં 2 કલાક લાગશે. અને ત્યારબાદ રાજ્ય પરથી વાવાઝોડાને પસાર થતા અન્ય 2 કલાક લાગશે. આમ રાત્રીના 1 વાગ્યા સુધી વાવાઝોડું અને તેને પગલે વરસાદ- ભારેપવન ફૂંકાવાનું ચાલુ રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વાવાઝોડાનું કેન્દ્ર- આઈ પસાર થતી હોય તે જગ્યા પર તીવ્રતા ઓછી હોય છે. પરંતુ આજુબાજુના મોટા વિસ્તારમાં ભારે પવન ચાલુ રહે છે. આથી વાવાઝોડુ જતું રહ્યું તેવી ગેરસમજ ન થાય અને નિષ્કાળજી કે બેદરકારી કોઈ ન રાખે તેવી ખાસ અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાને પગલે અમુક તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો છે, વૃક્ષો પડવાના ઘટના બની છે. વહીવટીતંત્ર લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને જાનમાલની નુકસાની થાય નહીં તે રીતે કામગીરી કરી રહ્યું છે.
વાવાઝોડાને પગલે કોઇ વ્યક્તિ કે કોઈ દર્દીને ક્યાંય ફસાય તો તેમને એરલિફ્ટ કરવા માટે દેશની વાયુસેના સાથે સંકલન કરીને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાયુસેનાની આવશ્યક ટુકડીઓ આ માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ માટેની દવા, ઓક્સિજન અને ઇન્જેક્શનનો પુરવઠો અગાઉથી જ પહોંચાડી દેવામાં આવ્યો છે. જેથી, આ વાવાઝોડા દરમિયાન કોરોના સંક્રમિત લોકોની સારવારમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય.
વાવાઝોડાની લેન્ડફોલ થવાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. બે કલાક સુધી વાવાઝોડાની લેન્ડ ફોલ પ્રકિયા ચાલશે. લેન્ડ ફોલ એટલે દરિયાથી જમીન પર આવવાની પ્રક્રિયા હોય છે. લેન્ડ ફોલની શરુઆતમાં વાવાઝોડાની સ્પીડ શરુઆતની હોય છે.
વાવાઝોડાની લેન્ડ ફોલ ઉનાના નવા બંદર અને રાજપરા વચ્ચે રહેશે. લેન્ડફોલ વખતે ઉનાથી જાફરાબાદ વચ્ચે 120ની સ્પીડનો પવન ફુંકાયો હતો. તૌકતેના લેન્ડીંગનો મુખનો ઘેરાવો 70 કીમી સુધી લાંબો છે. કોડીનારના છારાથી અમરેલીના જાફરાબાદ સુધીમાં લાંબુ લેન્ડફોલિંગ જોવા મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024