જયંતિ રવીને પુડુચેરીમાં પ્રતિનિયુક્તી (ડેપ્યુટેશન) પર મોકલાઈ રહ્યાં છે. જયંતિ રવી 1991 ની ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અને મૂળ તમિલનાડુના રહેવાશી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર જયંતિ રવી પુડુચેરીમાં પ્રતિનિયુક્તી (ડેપ્યુટેશન) પર જઈ રહ્યાં છે. જયંતિ રવી 1991 ની ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને તેઓ મૂળ તમિલનાડુના છે. 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતી રવિ 1991ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે. હાલમાં તેઓ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવે છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો.
15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે IAS તરીકેનો પોતાનો પદભાર સંભાળ્યો હતો.
જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે.
જયંતી રવિ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે અને પંચમહાલનાં કલેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. આમ રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે.
અગાઉ મહામારીમાં જ્યંતિ રવિનું કદ વેતરી કઢાયું
રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવામાં ગત વર્ષના મે મહિનામાં નિષ્ફળ રહેલા આરોગ્ય વિભાગથી રૂપાણી સરકાર નારાજ થઈ છે તેવી વાતો થઈ હતી. તે દરમ્યાન સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધાં હતા તેમ કહી શકાય. પંકજ કુમાર જે હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો હતો.
મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચાયું હતું. જેથી સરકારે તેમનું કદ વેતરવા માટે ચુપકેથી આ મામલામાં અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હતા તેવું જાણવા મળ્યું હતું.
ઓરોવિલા આશ્રમ શું છે?
ઓરોવિલા આશ્રમ પુડુચેરીમાં આવેલો છે. પુડુચેરીમાં ઓરોવિલા એક વૈશ્વિક શહેર છે જે મહર્ષિ અરવિંદ અને મધરના માનવ એકતાના મૂળ સિદ્ધાંત પર આધારિત છે. પુડુચેરીમાં સન 1926 માં મહર્ષિ અરવિંદના હાથે ઓરોવિલા આશ્રમની સ્થાપના થઈ હતી. આશ્રમમાં માનવ કલ્યાણની અનેક પ્રવૃતિઓ કરાય છે. ઓરોવિલા શબ્દનું મૂળ ફ્રેન્ચ ભાષામાં પડ્યું છે. ઓરા અર્થાત સવારનો પહોર, વિલે અર્થાત શહેર. તેનું નામકરણ પણ મહર્ષિ અરવિંદો (1872-1950 ) ને નામે કરાયુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024