દુબઈઃ યુએઈમાં રહેતી ભારતીય- અમેરિકન મૂળની પાંચ વર્ષની બાળકી કિયારા કૌરે ૧૦૫ મિનિટમાં ૩૬ પુસ્તકો વાંચીને નવો વિશ્વ વિક્રમ સર્જયો છે.ગત ૧૩ ફેબ્રુઆરીએ તેણે એક પછી એક પુસ્તકો વાંચવાનું શરુ કર્યુ હતુ અને ૧૦૫ મિનિટમાં નવો રેકોર્ડ બનાવી દીધો હતો. જેના પગલે હવે ગિનેસ બૂક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યુ છે. કિયારાના માતા પિતાનુ કહેવુ છે કે, તેને પુસ્તકો વાંચવા ગમે છે.
Author : Gujaratenews
20-Aug-2024