ગુજરાતના અનેક જિલ્લામાં 17થી 20 મે દરમિયાન પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

17-May-2021

વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે Tauktaeના સંકટના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે Tauktae વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. Tauktae ગુજરાત કોસ્ટમાં 17 તારીખે પહોંચશે. અને 18 તારીખે સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને Tauktae ક્રોસ કરશે અને Tauktae વાવાઝોડાની ગતિ 160 કિ.મી. પ્રતિ કલાક તે તેથી વધારે રહી શકે છે. જોકે Tauktaeના સંકટના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ જિલ્લામાં વરસાદની આગાહી ?
Tauktae વાવાઝોડાની અસરના પગલે 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વ્યક્ત કરાઇ છે. આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 18મી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ પાંચ દિવસ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ થશે અને સપાટી પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે.


વાવાઝોડાને પગલે ભારે પવનની ચેવતણી
હવામાન વિભાગ મુજબ, દરિયામાં વાવાઝોડાના પગલે પવનની ઝડપ 135-145 કિમી પ્રતિ કલાકથી 160 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે અને તે 16મી તારીખે મધ્ય રાત્રિએ 170 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે 18મી તારીખે વહેલી સવારે ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સુસવાટા સાથે 170 કિમી પ્રતિ કલાકની તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ શકે છે. આવી જ રીતે ભરુચ, આણંદ, સાઉથ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ સૂસવાટા સાથે ભારે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે જાહેરાત કરી છે.

રાજ્યના અનેક જિલ્લાના ગામોમાં એલર્ટ
વાવાઝોડાના પગલે રાજ્યમાં કચ્છના 123, વલસાડના 84, સુરતના 39, ભરૂચના 30 અને ચરોતરના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાંઠા વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાને લઇને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

 

Author : Gujaratenews