બોલીવુડનાં દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું નિધન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાએ આપી શ્રદ્ધાંજલિ
07-Jul-2021
મુંબઇ: બોલીવુડનાં ((Bollywood)દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું નિધન થઈ ગયું છે. તે 98 વર્ષના હતા અને ઘણાં લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેમણે છેલ્લો શ્વાસ જૂની મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં લીધો.બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું બુધવારે (7 જુલાઈ) નિધન થયું. અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. દિલીપ કુમારને 30 જૂને મુંબઇની હિન્દુજા હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.દિલીપ કુમારની પત્ની સાયરા બાનુ તેમની પડખેને પડખે રહ્યા. સાયરા બાનુએ થોડા દિવસો અગાઉ જ ચાહકોને ખાતરી આપી હતી કે તેમની તબિયત સ્થિર છે.
દિલીપ કુમારે બુધવારે સવારે 7.30 વાગ્યે મુંબઈનાં ખાર ખાતે આવેલી હિંંદુજા હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. હોસ્પિટલમાં ડો. પાર્કર તેમનો ઈલાજ કરી રહ્યા હતા. તેમણે જ દિલીપ કુમારનાં નિધનની પુષ્ટી કરી હતી.દિલીપ કુમારને પાછલા એક મહિનામાં બે વાર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પાંચ જુલાઈનાં રોજ દિલીપ કુમારનાં ટ્વિટર હેન્ડલથી અપડેટ કરવામાં આવ્યું હતું. દિલીપ કુમારની પત્ની સાયરા બાનો દ્વારા તેના સારા હેલ્થ માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું હતું, જો કે આ ટ્વિટનાં બે દિવસમાં જ દિલીપ કુમારનું નિધન થઈ ગયું હતું.
11 ડિસેમ્બર 1922નાં રોજ બ્રિટિશ ઈન્ડિયાનાં પેશાવરમાં કે જે હાલ પાકિસ્તાનમાં છે ત્યાં જન્મેલા દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમણે પોતાનું ભણતર નાસિકથી કર્યું હતું. રાજકપુર એમના નાનપણથી જ મિત્ર બની ગયા હતા અને કદાચ ત્યાર પછી જ તેમની બોલીવુડ સફરની પણ શરૂઆત થઈ ગઈ. આશરે 22 વર્ષની ઉમરમાં તેમને પ્રથમ ફિલ્મ મળી હતી. 1944માં તેમમે જ્વાર ભાટા ફિલ્મમાં કામ કર્યું હતું જો કે આ ફિલ્મને લઈ તે કોઈ ખાસ ચર્ચામાં નોહતા આવ્યા.
તેમમે પાંચ દશકમાં 60 જેટલી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે અનેક ફિલ્મોને રિજેક્ટ કરી દીધી હતી, તેમનું એવું માનવું હતું કે ફિલ્મ ઓછી કરવી પરંતુ સારી હોવી જરૂરી છે. તેમને જો કે અફસોસ પ્યાસા અને દીવાર જેવી ફિલ્મમાં કામ નહી કરવાનો રહ્યો હતો. દિલીપ કુમારનાં નિધનનાં પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં વિવિધ નેતા અને કલાકારો દ્વારા ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.સાયરા બાનુએ છેલ્લું ટ્વીટ કર્યું હતું કે, “દિલીપ કુમાર સાહબની તબિયત સ્થિર છે. તેઓ હજુ પણ આઈસીયુમાં છે, અમે તેમને ઘરે લઈ જવા માંગીએ છીએ, પરંતુ તેઓ ડોકટરોની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, તેઓ ઘરે લઈ જશે.” સાયરા બાનુએ તેમની આ ટ્વીટમાં કહ્યું હતું કે, “તેમને પ્રશંસકોની પ્રાર્થનાની જરૂર છે, તેઓ જલ્દી જ પરત ફરશે.”
દિલીપ કુમારનો સંઘર્ષ સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે
બોલીવુડને આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. લાંબા સમયથી વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહેલા દિગ્ગજ અભિનેતાએ 7 જુલાઈના રોજ દેહ ત્યાગ કર્યો. આ સાથે જ બોલીવુડમાં શોકના માહોલની લાગણી પ્રસરી ગઈ. બુધવારની સવાર દિલીપ કુમારના ચાહકો માટે રાત બનીને આવી.
દિગ્ગજ અભિનેતા અને લાખો કરોડો લોકોના દિલમાં હજુ રાજ કરનાર દિલીપ કુમાર આપણી વચ્ચે નથી રહ્યા. ચાલો આજે આપણે તેમની ઉપલબ્ધી અને તેમના જીવનની કેટલીક વાતોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ.
1- દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમનું સાચું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું.
2- તેમના પિતાનું નામ લાલા ગુલામ સરવર હતું. તેઓ ફળો વેચીને ગુજરાન ચલાવતા હતા. દિલીપ કુમારને 12 ભાઈ-બહેન હતા. મોટા પરિવારના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી.
3- ભારત-પાકના ભાગલા સમયે દિલીપ કુમાર પરિવાર સાથે મુંબઈ આવ્યા હતા. આવ્યા પછી ન તો ઘર હતું અને ના પૈસા. આ પછી, દિલીપ કુમારે પુણેની આર્મી ક્લબમાં એક સેન્ડવિચ સ્ટોલ પર કામ શરૂ કર્યું.
4- આ કામ માટે દિલીપ કુમારને રોજનો 1 રૂપિયો મળતો હતો. પરંતુ ખુબ મહેનતથી તેઓએ મોટી સિદ્ધિઓ અને સમૃદ્ધિ મેળવી.
5- દિલીપ સાહેબ એકવાર નૈનીતાલ ગયા હતા. ત્યાં તેમની મુલાકાત દેવિકા રાની સાથે થઈ. ભારતીય સિનેમાના ઇતિહાસમાં દેવિકા પહેલી હિરોઇન હતા, જેમણે ઓન-સ્ક્રીન કિસ કરી હતી. દેવિકાએ તેમને સલાહ આપી કે તમારે ફિલ્મોમાં જવું જોઈએ. પરંતુ દિલીપે તેમની વાત અવગણી.
6- દેવિકાને મળ્યાના કેટલાક સમય બાદ તેઓ મુંબઈ લોકલમાં યાત્રા કરી રહ્યા હતા. ત્યાં તેમને ડોક્ટર મસાની મળ્યા. તેમણે પણ એ જ વાત કહી જે દેવિકાએ કહી હતી. અને પછી દિલીપ સાહેબ પહોંચી ગયા દેવિકાના સ્ટુડીઓ પર. ત્યાં તેમને 1250 રૂપિયા પગારની નોકરી મળી ગઈ,
7- આ દિલીપ સાહેબની ફિલ્મી કારકિર્દીની સફરની શરૂઆત હતી. ત્યારે તેમનું નામ મોહમ્મદ યૂસુફ ખાન હતું. પરંતુ દેવિકાને આ નામ હીરો લાયક નહોંતુ લાગતું. તેથી અન્ય નામ માટે આજુબાજુ રહેલા લેખકો પાસે સલાહ માંગી.
8- 1944 માં યુસુફથી દિલીપ બનેલા આ અભિનેતાની ફિલ્મ ‘જ્વાર ભાટા’ રિલીઝ થઈ. પરંતુ ફિલ્મ નિષ્ફળ રહી. દિલીપકુમારની બીજી ફિલ્મ પ્રતિમા (1945) હતી. તે પણ ખાસ કમાણી કરી શકી નહીં. આ બાદ આવી ફિલ્મ ‘મિલન’. 1946 માં દિગ્દર્શક નીતિન બોઝની આ ફિલ્મે દિલીપ કુમારના નસીબ બદલી દીધા. ફિલ્મ સુપર હિટ રહી.
9- આ પછી દિલીપ કુમારે ‘જુગ્નૂ’, ‘શહીદ’, ‘અંદાઝ’, ‘જોગન’, ‘દાગ’, ‘આન’, ‘દેવદાસ’, ‘નયા દૌર’ અને ‘મુગલ-એ-આઝમ’ જેવી સુપરહિટ ફિલ્મ્સ આપી. 25 વર્ષની ઉંમરે તેઓ દેશના નંબર વન અભિનેતા બન્યા.
10- દિલીપ સાહેબને 8 ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, આ સિવાય 19 વખત તેઓ ફિલ્મફેયરના નોમિનેશનમાં આવ્યા. દિલીપકુમારને દાદા ફાળકે એવોર્ડ, પદ્મ ભૂષણ એવોર્ડ અને સર્વોચ્ચ સન્માન પણ મળ્યું હતું. આ સિવાય તેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું હતું.
20-Aug-2024