ડેલ્ટા પ્લસ વાયરસના કલ્ચર મેળવવામાં ભારતીય વૈજ્ઞાનિકો સફળ રહ્યા, જાણો કેવી રીતે લડીશું ત્રીજી લહેર સામે

02-Jul-2021

નવી દિલ્હી: Corona  વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની ઓળખ થયા બાદ ભારતીય વૈજ્ઞાનિકોને બીજી એક સફળતા મળી છે. જેમાં વૈજ્ઞાનિકો ડેલ્ટા પ્લસ( Delta Plus)  વેરિયન્ટનું કલ્ચર મેળવવામાં સફળ રહ્યા છે. જેના આધારે વાયરસના મ્યુટેશનની અસર માનવ પર શોધવાનું શરૂ કર્યું છે. Corona ના ડબલ મ્યુટેશનમાંથી નીકળેલા ડેલ્ટા અને તેની બાદ બહાર આવેલા ડેલ્ટા પ્લસ વિશે ખૂબ જ મર્યાદિત માહિતી છે. આ વેરિયન્ટ કેવી રીતે કાર્ય કરે છે અને તેની માનવ શરીર પર શું અસર છે? તેના વિશે હજી સુધી પૂરતા વૈજ્ઞાનિક તથ્યો નથી.

ડેલ્ટા પ્લસના કલ્ચરને મેળવવા માટે પ્રયત્નશીલ હતી
આ વિશે માહિતી મેળવવા માટે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) ની ટીમ છેલ્લા ઘણા દિવસોથી ડેલ્ટા પ્લસ( Delta Plus)ના કલ્ચરને મેળવવા માટે પ્રયત્નશીલ હતી. જેમાં હવે તેમને સફળતા મળી છે.

લડવાની વ્યૂહરચના બનાવી એક્શન લેવાશે
નીતિ આયોગ કહે છે કે કલ્ચર પછી હવે  અસર શોધવા માટે અભ્યાસ શરૂ થયો છે. આશા છે કે આવતા થોડા અઠવાડિયા પછી આપણે વૈજ્ઞાનિક તથ્યો સાથે જાણી શકીશું કે  આ Corona  વેરિયન્ટ કેટલો ઘાતક છે.તેમજ આ વેરિયન્ટ લોકોને ચેપ લગાડ્યા પછી તે કેટલી ગંભીર પરિસ્થિતિમાં લાવે છે? રસી લીધેલા વ્યકિતને ફરીથી ચેપ લગાવવા માટે તે કેટલો સક્ષમ છે. આ બધા પ્રશ્નોના જવાબો મળશે. જેની બાદ તેની સામે લડવાની વ્યૂહરચના તેની ગંભીરતા અનુસાર એક્શન લેવામાં આવશે તેમ સભ્ય ડો.વી.કે. પૉલે જણાવ્યું હતું.

હેમ્સ્ટરમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે : હાલમાં નવ-નવ સીરિયાઈ હેમ્સ્ટરને (ઉંદરની એક પ્રજાતિ) ના સમૂહને ડેલ્ટા પ્લસથી ચેપ લગાવ્યો છે. આમાં એક જૂથમાં કોરોના વિરુદ્ધ એન્ટિબોડી પહેલેથી હાજર છે તેમ એનઆઈવીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું છે.

આ જૂથને ડેલ્ટા પ્લસથી ચેપ લગાવવામાં આવ્યો છે જેના આધારે શોધી શકાશે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એન્ટિબોડીનું સ્તર કેટલું ઘટાડે છે ડેલ્ટા વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાય છે અને એન્ટિબોડી ઘટાડે છે. આ સ્થિતિમાં રસીકરણ પછી ફરીથી ચેપ લાગવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. કદાચ તેથી જ ડેલ્ટા પ્લસને પણ એક ગંભીર પ્રકાર માનવામાં આવી રહી છે પરંતુ હવે હકીકતોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

મુખ્ય આરોગ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્ય સ્વામિનાથને ગુરુવારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માટે કોરોનાવાયરસનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હાલમાં ચિંતાનો વિષય નથી અને તેના ચેપની સંખ્યા હજી પણ ઓછી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક રાષ્ટ્રોએ કોવિશિલ્ડને તેમના રસી પાસપોર્ટ પ્રોગ્રામથી અવરોધિત કરવા માટે "કોઈ તર્ક નથી", જે રોગચાળા દરમિયાન મુશ્કેલી વિના મુસાફરીની મંજૂરી આપશે."આ મોટે ભાગે તકનીકી પર કરવામાં આવ્યું હતું કારણ કે એસ્ટ્રાઝેનેકા રસી યુરોપમાં જુદી જુદી બ્રાન્ડ હેઠળ ઉપલબ્ધ છે," ડો સ્વામિનાથે કહ્યું. તેમણે જણાવ્યું હતું કે ડબ્લ્યુએચઓ કોવિશિલ્ડને રસી પાસપોર્ટમાં સમાવિષ્ટ કરવા યુરોપિયન તબીબી નિયમનકાર સાથે વાતચીત કરી રહી છે. કોવોક્સિનને એજન્સીની મંજૂરી વિશે બોલતા, તેમણે કહ્યું કે ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધીમાં કોઈ નિર્ણય લેવાની સંભાવના છે.

Author : Gujaratenews