Coronaની ઝપેટમાં રહેલા સનરાઇઝર્સનો ક્રિકેટર રિદ્ધીમાન, દિકરીએ પિતાને જબરદસ્ત સંદેશો પાઠવ્યો
06-May-2021
સ્પોર્ટસ,ગુરુવાર: ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના વિકેટકિપર રિદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ તેની પુત્રી સાહાએ સોશિયલ મીડિયા પર પ્યારો સંદેશો મોકલ્યો છે. સાહા આઇપીએલ 2021 દરમ્યાન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો હિસ્સો છે. સાહા હાલના સમયમાં એવા ખેલાડીઓ પૈકી એક છે, જે સુરક્ષીત સમય બાયોબબલમાં હોવા દરમ્યાન સંક્રમિત થયો છે. ગત મંગળવારે તે સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી.
જેના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટુર્નામેન્ટને અધવચ્ચે જ સ્થગીત કરી દીધી હતી. સાહા હાલમાં IPL ની મેડિકલ ફેસેલિટીમાં આઇસોલેશન હેઠળ છે. સાહા ને ભારત ભરમાંથી ક્રિકેટ ફેંસ દ્રારા જલ્દી સ્વસ્થ થવાને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પ્યારો સંદેશ તેની પુત્રી થી તેને મળ્યો છે. જેને સાહાએ બુધવારે સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024