ઓન્ટેરિયો : કેનેડાના કેટલાંક ઈમિગ્રેશન પ્રોગ્રામ્સને હવે પેપરબેઝથી ઓનલાઈન એપ્લીકેશન પ્રોસેસ તરફ વાળવામાં આવી રહ્યા છે. પહેલી એપ્રિલથી ઈમિગ્રેશન, રેફયુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાએ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે, જે પરમેનન્ટ રેસીડેન્સ અરજીઓ ઓનલાઇન સ્વીકારશે. ઈમિગ્રેશન વિભાગે એપ્લીકેશન પ્રોસેસને ડીજીટલાઈઝડ કરી છે.
જો કે, હજુ આ બધી કેટેગરી માટે પેપર એપ્લીકેશન સ્વીકારાય છે. પરંતુ આઈઆરસીસી પોતાના આ પોર્ટલને તબક્કાવાર બીજા પસંદગીના જુથો માટે શરૂ કરશે. જે અન્ય ઈકોનોમી કે ફેમિલી
૧. નોન એક્સપ્રેસ એન્ટ્રી પ્રોવિન્શીયલ નોમિની પ્રોગ્રામ ર. રૂરલ એન્ડ નોર્ધન ઈમિગ્રેશન પાઈલોટ
૩. એગ્રી -ફુડ પાઈલોટ
૪. એટલાન્ટીક ઈમિગ્રેશન પાઈલોટ
૫. ક્યુબેક સિલેકટેડ ઈન્વેસ્ટર
૬. ક્યુબેક એન્ટરપ્રિન્યોર પ્રોગ્રામ ૭. કયુબેક સેલ્ફ એમ્પ્લોઈડ પર્સન્સ
પ્રકારથી અલગ હશે અને એનું પ્રમાણ ઘણું ઓછુ હોય. ઈમિગ્રેશન વિભાગનું આ પોર્ટલ મર્યાદિત ગૃપ એપ્લીકેશન સ્વીકારશે. જેમ જેમ ડીજિટલાઈઝેશનનું કામ આગળ વધશે તેમ તેમ પ્રક્રિયા ઝડપી
બનશે. આ ઓનલાઈન વિકલ્પ વિભાગ એટલા માટે શરૂ કર્યો છે કે, કોવિડ -૧૯ને કારણે ટપાલ મેળવવામાં થતો વિલંબ ટાળી શકાય અને અરજદારો પણ વ્યક્તિગત રીતે આવવાને બદલે ઓનલાઈન એપ્લીકેશન રજૂ કરી શકે. સાથે જ જરૂરી હોય ત્યારે રૂબરૂ આવીને દસ્તાવેજોની ચકાસણી કરાવી શકે. મીડિયાને માહિતી આપતા આઈઆરસીસીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ બાદ ઈમિગ્રેશન સિસ્ટમને અપગ્રેડ કરવાની જરૂર ઉભી થઈ હોવાથી હવે સિસ્ટમને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024