The price of bitcoin $42,000 on friday for the first time.
મુંબઈ : ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે આકરી મંદીના આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટો બજાર બુધવારે 25થી 30 ટકા તૂટયા પછી આજે 17થી 18 ટકાનો પ્રત્યાઘાતી ભાવ ઉછાળો જોવા મળ્યો હોવાનું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું. નીચા મથાળે બાઈંગ વધ્યું સામે નવી વેચવાલી પણ ધીમી પડયાના નિર્દેશો હતા.
ફેડરલ રિઝર્વ અમેરિકામાં આગળ ઉપર બોન્ડ બાઈંગમાં ઘટાડો કરશે તથા ત્યાં બેરોજગારીના દાવાઓ ઘટયાના નિર્દેશોની પણ બજાર પર આજે અસર વર્તાઈ રહી હતી. અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ ઘટી 4 લાખ 44 હજાર આવ્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે ત્યાં જોબ માર્કેટ મજબુત બની રહ્યાના સંકેતો મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં બિટકોઈનના ભાવ જે બુધવારે એક તબક્કેક ગબડીનીચામાં 30200 ડોલર સુધી ઉતરી ગયા હતા તે આજે ઝડપી વધી ઉંચામાં 42585થી 42590 ડોલર સુધી પહોંચી 42005થી 42010 ડોલર રહ્યા હતા. બિટકોઈનમાં બુધવારે 14 મહિનાનું સૌથી મોટું સેલ- ઓફફ જોવા મળ્યું હતું.
દરમિયાન, નીચા મથાળે બાઈંગ વધતાં બિટકોઈનમાં આજે વોલ્યુમ વધી 142થી 143 અબજ ડોલરનું થયું હતું તથા કુલ માર્કેટ કેપીટલાઈઝેશન જે બુધવારે ઘટી 700 અબજ ડોલરની અંદર ઉતરી ગયું હતું તે આજે ફરી વધી 786થી 787 અબજ ડોલર થયાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા. દરમિયાન, બિટકોઈનમાં હવે ઉંચામાં 45 હજાર ડોલરની સપાટી મહત્ત્વની પ્રતિકાર સપાટી મનાઈ રહી છે એવું જાણકારોએ જણાવ્યું હતું.
અન્ય ક્રિપ્ટોના ભાવ પણ આજે ઉછળ્યા હતા. ઈથેરના ભાવ જે બુધવારે ગબડી નીચામાં 2000 ડોલરની અંદર જતા રહ્યા હતા તે આજે ઉંચામાં 3000 ડોલર વટાવી 3000થી 3005 થઈ 2920થી 2925 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે ટ્રેડિંગ વોલ્યુમ વધી 129થી 130 અબજ ડોલર થયું હતું તથા કુલ માર્કેટ- કેપ જે 300 અબજ ડોલરની અંદર ઉતર્યું હતું.
તે આજે ફરી વધી 338થી 339 ડોલર નોંધાયું હતું. ડોજેકોઈનના ભાવ જે નીચામાં 21થી 22 સેન્ટ થયા હતા તે આજે ઉછળી 43થી 44 થઈ 41થી 42 સેન્ટ રહ્યા હતા. ડોજેકોઈનમાં આજે 18થી 19 અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ ફરી વધી 50 અબજ ડોલર વટાવી 53થી 54 અબજ ડોલર થયાનું જાણકારોએ જણાવ્યું હતું.
ક્રિપ્ટો કરંસી પર પ્રતિબંધ મુકવાની ઉતાવળ ભારે પડી હોવાનું ભાન હવે સરકારને થયું હોય એમ લાગે છે. ક્રિપ્ટો કરન્સીમાં થઇ રહેલી ઉથલ પાથલ દુનિયા ભરનું ધ્યાન ખેંચી રહી છે. નાણા મંત્રાલયના સૂત્રો જણાવે છે કે ભારત ક્રિપ્ટો કરંસીના તખ્તા પર આવવા માંગે છે.
ભારતના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોની એક પેનલ ઉભી કરી છે. આ પેનલ ભારતમાં ક્રિપ્ટોકરંસીને માન્યતા આપવાની શક્યતા પર વિચારશે. મોડે મોડે પણ ભારતે ક્રિપ્ટોની માન્યતા આપવાની દિશામાં વિચારતા રોકાણકારોમાં નવા ક્ષેત્રે નફો રળવાની ચેતનાનો સંચાર થયો છે. આ કમિટી બ્લોક ચેઇન ટેકનોલોજીના ઉપયોગ પર પણ વિચારશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજીટલ રૂપી બાબતે શરૂ કરેલા વિચારને આગળ વધારવા પણ સરકાર પ્રયાસ કરશે એમ દેખાઇ આવે છે. સુમાહિતગાર સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરંસી માટે તૈયાર છે પરંતુ ટેકનોલોજી અને બ્લોક ચેઇન ટેકનોલોજીના ઉપયોગ વિશે વિચારવું જરૂરી છે.
ભારતમાં ક્રિપ્ટો કરંસીને અમલમાં લાવવાનો વિચાર રોકાણકારોમાં પ્રશંસનીય અને આવકારદાયક છે. હજુ આ વિચાર શરૂઆતના તબક્કે છે. ભારતનો રોકાણકાર જોખમ ઉઠાવવા માટે જાણીતો છે. ભારતનો રોકાણકાર વિદેશમાં પણ રોકાણ કરતો થયોે છે. ક્રિપ્ટો કરંસી પરના પ્રતિબંધે તેના હાથ બાંધી રાખ્યા હતા.
બિટકોઇનમાં મોટી ઉથલપાથલે ભારતના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લા દોઢ મહિનામાં બિટકોઇનના ભાવ અડધા થઇને 30 ટકા જેટલા તૂટયા હતા. વિશ્વના રોકાણ કારો ક્રિપ્ટોની ચાલ પર નજર રાખીને બેઠા હોય છે. વિશ્વના ટોચના દેશોની હરોળમાં ઉભા રહેવા મથતા ભારતે ક્રિપ્ટોકરંસીની બાબતે શરૂઆતથીજ પીછેહઠ કરી હોવાનું દેખાઇ આવે છે. ગઇકાલે બિટકોઇનમાં પડેલા ગાંબડાએ રોકાણકારોને ઉંધતા ઝડપી લીધા હતા.
અહીં ઉલ્ખનીય છે કે રાજ્ય કક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે આ માટેની કમિટીમાં વિપક્ષોના સભ્યોને પણ સમાવવનો સંકેત આપ્યો હતો. ભારતમાં ક્રિપ્ટોની મંજૂરી રોકાણકારોને નવું ક્ષેત્ર લાવી આપશે. આજે જ્યારે તમામ ક્રિપ્ટો કરંસીના ભાવ તૂટી રહ્યા છે ત્યારે વૌશ્વિક રોકાણકારોમાં ફફડાટ જોવા મળે છે. બિટકોઇન દ્રારા કરાતા ગેરકાનૂની કામો બાબતે અમેરિકાની એફબીઆઇએ સરકારને ચેતવી છે.
બિટકોઇન સામે ચેતવણી છતાં રોકાણકારો તેમાં કૂદી રહ્યા છે. બિટકોઇનની વધતી કિંમત જોઇ રોકાણકારો તે તરફ આકર્ષાયા ટેસ્લા ફેઇમ એલન મસ્કે એમ કહ્યું હતું કે મારી કારનું પેમેન્ટ બિટકોનિથી લેવાસે. ત્યારથી ક્રિપ્ટો કરંસી માટે સેન્સેશન ઉભું થયું હતું. હવે જોકે એલન મસ્ક અને ચીન એમ બંનેએ ક્રિપ્ટોમાં રસ ઓછો કરતાં તેના ભાવ તૂટી ગયા હતા.
* એપ્રિલમાં બિટકોઇન 65,000 ડોલર
* મેમાં આકરી મંદી
* છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ખરાબ મહિનો
* 30 ટકા ભાવ તૂટતી ચકચાર
20-Aug-2024