સુરતમાં સ્થાયી થયેલા કર્મવીરો ભાવનગરના ગારિયાધાર તાલુકાના બેલા ગામે સાચા અર્થમાં વતનના રખેવાળ બન્યા છે. સુરતના લોકોએ ગારિયાધાર નજીકના બેલા ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું છે. અહીં સ્માર્ટ સિટીને ટ્ક્કર મારતી સુવિધાઓ છે. પાલિકા વિસ્તાર જેવી સુવિધાઓ જેમ કે વાઇફાઇ, સીસીટીવી સહિત તમામ બાબતને સ્માર્ટ વિલેજમાં આવરી લીધી છે. બેલા ગામથી સુરત આવીને સ્થાયી થયેલા ભરતભાઇ ઘેલાણી, જે.પી. લાઠિયા, જે. કે.લાઠિયા અને બેલા ગામના સરપંચ જનકભાઈ બલર સહિતનાએ સરકાર તરફથી મળતી સુવિધાઓનો લાભ અપાવી ગામને મોટી સિદ્ધિ અપાવી છે. જેના કારણે આજુબાજુના ગામોએ પણ બેલા ગામ જેવી સુવિધાઓથી સજ્જ થવાની નેમ લીધી છે.
બેલા ગ્રામ પંચાયતનો વિકાસક્રમ:
- બેલા ગ્રામ પંચાયતની સ્થાપના 21.3.1952માં સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં થઈ
- આ સમય દરમિયાન ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને નિરક્ષરતાનું પ્રમાણ ઉંચુ હોવાથી જીવનધોરણ પણ નીચું હતું અને ગામ લોકોની પ્રાથમિક સુવિધા પુરી પાડવા ગ્રામ પંચાયત સક્ષમ ન હતી.
-પણ છેલ્લા કેટલાક સમયથી સરકારની વિવિધ યોજનાઓ અને સાક્ષરતાના પ્રમાણમાં વદારો થયો અને લોકજાગૃતિના પરિણામે પ્રાથમિક સુવિધામાં ઉત્તરોતર વધારો થયો
-1985માં સરકાર તરફથી માધ્યમિક શાળાની મંજૂરી મળતા શાળાની સ્થાપના કરવામાં આવી
2021ની વસ્તી ગણતરી અનુસાર, ગામની કુલ વસ્તી 1193 છે. જેમાં પુરુષ595 અને સ્ત્રી 598 છે. જેમાં સાક્ષરતા 78.82 અને મહિલા સાક્ષરતા 57.12 ટકા છે.
સરકારના સ્વચ્છ ભારત યોજના હેઠળ બેઝલાઈન 2012 પ્રમાણે ગામના તમામ ઘરમાં શૌચાલયની સુવિધા પુરી પાડવામાં આવી
આ ગામમાં કુલ મકાનો પૈકી 95 ટકા આવાસો પાકા છે.
-ગામમાં 100 ટકા ઘરોમાં પીવાના પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવેલી છે તેમજ
-પાણીના નિકાલ માટે ૧૦૦ ટકા ભુગર્ભ ગટર વ્યવસ્થા છે.
-ગામમાં શેરીઓ તથા આંતરિક રસ્તાની નિયમિત સફાઈ કરાવામાં આવે છે.
-ઘન કચરાના નિકાલ માટે ગામના અલગ અલગ વિસ્તારમાં જાહેર સ્થળો કચરાપેટી મુકવામાં આવી છે. જેમાંથી કચરો નિયમિત પણ એકઠો કરવામાં આવે છે.
- ગામના કુલ આંતરિક રસ્તા પૈકી ૮પ ટકા રસ્તાઓ પાકા છે
- પ્રાથમિક શાળામાં તમામ પાયાની સુવિધા ઉપલબ્ધ છે.
- ગામમાં ૧૦૦ ટકા એલઈડી સ્ટ્રિટલાઇટની સુવિધા છે.
-ગામની ગ્રામપંચાયતમાં આધુનિક સુવિધા જેવી કે એસી એલઇડી ટિવી અને ફર્નિચર સાથે સુસજ્જ છે.
-ગામના જાહેર રસ્તામાં સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવામાં આવેલ છે. જેના થકી નાની મોટી જાહેરાત
-તેમજ સવાર-સાંજ પ્રભાતિયા તેમજ ભજન વગાડવામાં આવે છે.
-નજીકના ભવિષ્યમાં ગામના આંતરિક રસ્તામાં કેમેરા ફિટ કરી દેવાયા છે.
-ગામ પાસે પોતાનું (જેનો વહીવટ ગ્રામ પંચાયત દ્વારા નહીં પણ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવે છે. ગામમાં બજેટના આધારે પખવાડિક સમૂહ સફાઇ તેમજ નાના મોટા કામ કરવામાં આવે છે.
-ગામની પાણી સમિતિ 100 ટકા મહિલા સભ્યોની બનેલી છે. તેમના ઉતકૃષ્ટ કામ બદલ રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં 50 હજારના પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
-ગામની આંગણવાડી તમામ પ્રાથમિક સુવિધાઓથી સુસજ્જ છે.
-પ્રાથમિક શાળામાં 100 ટકા નામાંકન થાય છે. દાતાઓ દ્વારા બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવે છે.
-છેલ્લા 6 વર્ષમાં બેલા ગામ વિકાસની વણથંભી યાત્રા કરી રહ્યું છે. 6 વર્ષમાં ગામમાં કુલ 1.15 કરોડ રૂપિયાના વિકાસ કામો કરાયા છે.
જળ સંચાઇ માટે બેલા ગામમાં 1 કરોડથી વધુના કામ કરવામાં આવ્યા છે. જેના ફળ સ્વરૂપે ધોમધખતા ઉનાળામાં પણ ગામના કુવાના તળ હાલમાં 40 ફુટે પાણી ઉપલબ્ધ થયું છે. જેના કારણે ખેડૂતો સમૃદ્ધ થયા છે. ખેત મજૂરોને 12 મહિના મજૂરી મળી રહી છે.
-સરકારની સ્માર્ટ ગ્રામ પંચાયત યોજનામાં ગ્રામ પંચાયતની વ્યાખ્યા હેઠળ તમામ સુવિધા બેલા ગામમાં ચે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025