સુરતમાં ત્રીજી લહેરના ભણકારા , મહારાષ્ટ્રમાં વધતા કોરોનાએ સુરતમાં તંત્રની ચિંતા વધારી, બેઠક બોલાવાઇ
19-Jul-2021
પ્રતિકાત્મક તસવીર
Surat: સુરતમાં કેસ ઓછા આવી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા હોવાથી સુરત પણ સાવધાન થઈ ગયું છે. તાબડતોબ બેઠકનો દોર શરૂ કરાયો છે. આ ચિંતા એટલા માટે પણ વધી ગઈ છે કારણ કે પહેલી લહેરમાં સુરતની હોસ્પિટલોમાં મહારાષ્ટ્રના 40 ટકા અને બીજી લ્હેરમાં 60 ટકા દર્દીઓ દાખલ હતા. જેમાં નંદુરબાર, ધુલીયા અને ચંદ્રપુરના દર્દીઓ સુરત સારવાર માટે આવતા હતા. જેના કારણે સારવારની સુવિધાઓ ખૂટી પડી હતી.સુરતમાં હાલ કોરોનાના કેસો સિંગલ ડિજીટમાં આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોનાના (corona) નવા કેસો વધવા લાગ્યા છે. જેના કારણે સુરત શહેરની ચિંતા વધી ગઈ છે. મહારાષ્ટ્રથી સુરત લગભગ પંદર હજાર લોકો રોજ આવે છે. પરંતુ હવે જયારે મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરતને સતર્ક રહેવાની જરૂર છે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા જો જરૂર પડે તો નજીકના રાજ્યોમાંથી સુરત આવનારા લોકો પર પ્રતિબંધ મુકવાની પણ તૈયારી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં એક હજાર બેડની કોરોના હોસ્પિટલમાં એક ડિલિવરી રુમ , બે ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે.
આ ઉપરાંત એક એક વોર્ડ પીઆઈસીયુ અને એનઆઈસીયુના હશે .આ જ રીતે શહેરના બાળકો માટે 2 હજાર સામાન્ય બેડ, દોઢસો પીઆઈસીયુ બેડ, અને 200 બેડ કરતા વધુ એનઆઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવૈ છે. ત્યાંજ 350 પીડિયાટ્રિક ડોક્ટરોની ટિમ પણ છે. જે અન્ય ડોક્ટરોને ટ્રેઈન કરશે. 3 હજાર નર્સીંગ સ્ટાફને તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં 7 થી 8 હજાર બેડ પણ કોરોના દર્દીઓ માટે તૈયાર છે. સુરતમાં ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાંથી એકવીસ હજાર મુસાફરો આવે છે. જેમાંથી 9 હજાર મુસદ્દો મહારાષ્ટ્ર્ના હોય છે. મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય શહેરો માંથી આવનારી લગભગ 70 ટ્રેન સુરત સ્ટેશન પર રોકાય છે.
મનપા સુરત સ્ટેશન પર મુંબઈથી આવનારા મુસાફરોનું એન્ટિજન ટેસ્ટ કરે છે. આવા લગભગ 2 હજાર ટેસ્ટ જ થઇ શકે છે. એક ટ્રેનના મુસાફરોના ચેકીંગ માટે લગબઘ દોઢ કલાક લાગે છે. તેવામાં અન્ય ટ્રેનના મુસાફરોને વગર ટેસ્ટિંગથી જવા દેવામાં આવે છે. રોજ 3 એસટી બસોથી મહારાષ્ટ્રમાં 500 કરતા વધારે લોકો આવે છે. તે જ પ્રમાણે લગભગ 80 બસોમાં 3 હજાર કરતા વધુ મુસાફરો આવે છે. 300 થી 400 ખાનગી વાહનોથી એક હજાર કરતા વધુ લોકો અવરજવર કરે છે. તેવામાં ખાનગી વાહનોથી આવનારા લોકોના તો ટેસ્ટ પણ નથી કરવામાં આવી રહ્યા.શહેરમાં કોરોનાની પહેલી લહેરમાં માર્ચ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી હતી. ફેબ્રુઆરીમાં 53,500 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. 1137 વ્યક્તિઓના મોટ થયા હતા. 51800 દર્દીઓ સાજા થયા હતા. બીજી લહેર માર્ચ 2021થી મેં સુધી 8769 કેસ સામે આવ્યા હતા. 937 વ્યક્તિઓના મોટ થયા હતા. 84223 દર્દીઓ સાજા થયા હતા. બંને લહેરમાં 8 હજાર કરતા વધુ દર્દીઓ મહારાષ્ટ્રના હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024