રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિ.માં આજથી OPD શરૂ, ન્યુરોસર્જરી, હાર્ટસર્જરી એન્જિયોપ્લાસ્ટી, પેડિયાટ્રિક સહિત 8 સુવિધા,માત્ર 10 રૂપિયામાં દર્દીઓની તપાસ કરાશે

31-Dec-2021

સૌરાષ્ટ્રવાસીઓને હવે અમદાવાદ જવું નહીં પડે.

માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા

રાજકોટ: ગુજરાતની પ્રથમ એઇમ્સમાં આજથી ઓપીડી શરૂ કરાઈ છે. 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા એઈમ્સનું સમયસર કામ પૂરું કરી દેવા માટે વારંવાર તાકીદ કરવામા આવી હતી. આમ છતાં કામગીરી અધૂરી રહી છે અને પૂરતાં સાધન પણ આવ્યાં નથી. આમ છતાં એઈમ્સમાં પાંચ વિભાગના તબીબો દ્વારા આવતીકાલથી ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘરઆંગણે જ આરોગ્યને લગતી સેવાઓ મળી રહેશે. ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, પેડિયાટ્રિક સહિત 8 સુવિધા ઉપલબ્ધ થશે.

આટલા પ્રકારની સુવિધા ઉપલબ્ધ થશે

ન્યુરોસર્જરી

એન્જિયોપ્લાસ્ટી

હાર્ટ સર્જરી

ની રિપ્લેસમેન્ટ

પેડિયાટ્રિક સર્જરી

બાયપાસ

ટ્રાન્સપ્લાન્ટ

કેન્સર સર્જરી

નોન-એકેડેમિક સિનિયર રેસિડન્ટ તબીબનું લિસ્ટ

1. ડો.ઋશાંગ દવે (પેથોલોજી વિભાગ)

2. ડો. ટ્વિન્કલ પરમાર (માઇક્રોબાયોલોજી વિભાગ)

3. ડો. રાહુલ ખોખર (સર્જરી વિભાગ)

4. ડો.રિદ્ધિ પરમાર (પેથોલોજી)

5. શિવા પેનતાપતિ (કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસન)

6. ડો.જય મોઢા (ડર્મેટોલોજી)

7. ડો. અનુરાગ મોદી (રેડિયોલીજી)

8. ડો.પાયલ વાઢેર (ઇએનટી)

9. ડો.મિલન દવે (એનેસ્થેસિયોલોજી)

10. ડો.મેઘાવી શર્મા (ઓબસ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી)

11. ડો.અનેરી પારેખ (પલ્મોનરી મેડિસીન)

12. ડો.રાહુલ ખોખર (જનરલ સર્જરી)

13. ડો.ઉમંગ વડેરા (ઓર્થોપેડીક્સ)

14. ડો.કરણ વાછાણી (જનરલ મેડિસીન)

15. ડો.દેવહુતી ગોધાણી (પીડિયાટ્રીક્સ)

16. ડો. દિશા વસાવડા (સાઇકિયાટ્રિસ્ટ)

17. ડો. હિરલ કારિયા અને ડો.પ્રલ પૂજારી (ડેન્ટિસ્ટ)

એઇમ્સમાં 17 નોન-એકેડેમિક સિનિયર રેસિડન્ટ તબીબનાં નામ જાહેર

રાજકોટ એઈમ્સમાં OPD એટલે બાહ્ય રોગ વિભાગ શરૂ થવાને હવે એક દિવસ જ બાકી રહ્યો છે ત્યારે બુધવારે નોન- એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની ભરતીમાં નિમણૂક પામેલા 17 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે

તબીબો પૂરતા ફર્નિચર સાથે કામ કરવા તૈયાર થયા છે. હવે આજે એઈમ્સના ડાયરેક્ટર શ્રમદીપસિંહા અને કોચ દ્વારા એઈમ્સની ઓપીડી ખુલ્લી મૂકશે અને ત્યાર બાદ દર્દીઓને તપાસી નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે. જોકે ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે પરંતુ ઓપરેશન થિયરેટર તૈયાર થયા બાદ જરૂરી ઓપરેશનો કરવામાં આવશે.

50 ડોક્ટરોએ ઉમેદવારી નોંધાવી હતી

ઉલ્લેખનીય છે કે, આ નોન એકેડેમિક સિનીયર રેસિડેન્ટ ડોક્ટરની આશરે 20 જેટલી ભરતી માટે ઈન્ટરવ્યૂ પાછલા અઠવાડિયે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યોની વિવિધ મેડિકલ કોલેજના આશરે 50થી વધુ MD અને MS ડોક્ટર ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે પૈકી રાજકોટ એઈમ્સના અલગ અલગ ડીપાર્ટમેન્ટ માટે કુલ 17 ઉમેદવારોની નિમણૂક જાહેર કરવામાં આવી છે.

માત્ર 10 રૂપિયામાં દર્દીઓની તપાસ કરાશે

રાજ્યના કોઇ પણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાના બદલે સીધા રાજકોટની એઈમ્સમાં આવશે. એવું નથી કે એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે જ. કારણ કે માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે.

 

Author : Gujaratenews