અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્ય બિન અનામત વર્ગના ઉપાધ્યક્ષ અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
28-Dec-2021
પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે પ્રગતિ-ઉન્નતિના નવા દ્વાર ખોલેશે-રશ્મિભાઇ પંડ્યા ઉપાધ્યક્ષ
મૂલ્યવર્ધિત ખેતીથી ગુજરાતને અવ્વલ બનાવીએ-સંયુક્ત ખેતી નિયામક
અરવલ્લી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે રાજ્યના ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહના ચોથા દિવસે “કૃષિ કલ્યાણ દિવસ”ની ઉજવણી કરાઈ. જેમાં રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભ તથા સહાયના ચેક તેમજ કીટ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ખેડૂત પુત્રોને ઉદ્ભોદન આપતા ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઇ પંડ્યાએ જણાવ્યું કે, આપને ૨૫ ડીસેમ્બર પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજપયીજીના જન્મ જયંતિને સુશાસન દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. અટલજીએ સુશાસનમાં માનતા હતા કે જેનાથી દેશનો નાગરિક દરેક ક્ષેત્રે પ્રગતિ, ઉન્નતિ કરે અને સમૃદ્ધ બને. તેમણે મૂલ્યવર્ધિત ખેતીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આપણા ખેડૂતો આમળા કે તેના પાવડરનું વેચાણ કરીએ તો શેમ્પુ ઉત્પાદીત કરતી ખાનગી કંપનીઓને ફાયદો થતો હોય છે. પરંતુ જીલ્લાની દરેક માર્કેટયાર્ડના સહયોગથી એક પ્લાન્ટનું નિર્માણ થાય તો ખેડૂતોના પાક બગાડ પણ અટકે અને ખેડૂતોને વ્યક્તિગત રોકાણ માટેની મુશ્કેલીમાં ઘટાડો તેમજ ખેડૂતોને ફાયદો થાય. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, અરવલ્લી જીલ્લાના ખેડૂતો સાહસિક અને નીડર છે. તો આવા ખેડૂતોએ કંઇક નવતર પ્રયોગ કરવાની જરૂર છે જેનાથી મોટો ફાયદો થશે. પ્રાકૃતિક ખેતી કરવાથી તેના ઉત્પાદનમાં વધારો થાય છે. અને બજારમાં અઢી ઘણો ભાવ ઉત્પાદકોનો મળે છે. જેમાં આર્થિક નુકશાન થતું નથી અને ચોખ્ખો નફો મળે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે સંપૂર્ણપણે સંતોષી અને સફળ બનીશું તેની સાથે પર્યાવરણની શુદ્ધિનું પણ કામ થશે.
મહેસાણાના સંયુક્ત ખેતી નિયામકશ્રીએ ખેડૂતોને જણાવ્યું કે, આજના દિવસનું ખુજ મહત્વ છે. અટલજીએ તમામ વસ્તુઓમાં સુશાસિત જોઈતી હતી. પ્રજાભિમુખ વહીવટ બને તેવા પ્રયત્નો કર્યા હતા. પુરા ભારતમાં ગુજરાતને સુશાસિત તરીકે અવ્વલ નંબર પ્રાપ્ત થયો છે. એ આપના માટે ગર્વની વાત છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે ગોવા આવે છે. આપણે સૌ ખેતીવાડીમાં આગળ વધીએ અને ગુજરાતને અવ્વલ બનાવીએ. સુશાસનના મુખ્ય પાંચ ભાગ છે. સુશાસનમાં વધારો કરવા સદભાગી અને સહભાગી બનીએ. પ્રાકૃતિક ખેતી કરીએ અને સારા ખેડૂત બનીએ.
આ પ્રસંગે ખેડૂતોને ગાયોનુ મહત્વ સમજાવતા નાયબ નિયામક વિસ્તરણ અધિકારીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં કાંકરેજ, ગીર અને ડાંગી એમ ત્રણ પ્રકારની ગાયોની ઓલાદ જોવા મળે છે આ દેશી ગાયોના ઉછેર અને સંર્વધન માટે સરકાર દ્વારા યોજના અમલી બનાવાઇ છે જેના મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને ગોડાઉન બાંધકામ માટે રૂ.૧,૭૫,૦૦૦નો ચેક, દૂધઘર બાંધકામ માટે રૂ.૧,૭૫,૦૦૦નો ચેક, કેટલ શેડ બાંધકામ માટે રૂ.૩૦,૦૦૦ના સહાયના પેમેન્ટ ઓર્ડરના ચેક વિતરણ કરાયા ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી યોજના હેઠળ છત્રીઓનું વિતરણ, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય યોજનાના પૂર્વ મંજૂરી હુકમ, ખેડૂતોને સુર્ય પ્રકાશ (ઉર્જા) ટ્રેપ ખરીદી ઉપર સહાય યોજનાના પૂર્વ મંજુરીના હુકમ, NMSA-RAD ના પૂર્વ મંજુરીના હુકમ, એ.જી.આર-૨ના પેમેન્ટ ઓર્ડર, NFSMના પેમેન્ટ ઓર્ડર, કિસાન પરિવહન યોજના માટે રૂ.૭૫,૦૦૦ના પેમેન્ટ ઓર્ડર, દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય યોજનાના રૂ.૫૪૦૦ના પેમેન્ટ ઓર્ડર તેમજ જીલ્લા કક્ષાએ બેસ્ટ આત્મા ફાર્મર એવોડૅ અર્પણ કરાયા.આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, જીલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શ્વેતા તેવટિયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી કનુભાઈ મનાત, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.આર.પટેલ, APMCના ચેરમેનશ્રીઓ, નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ પશુપાલન અધિકારીશ્રી, સહકાર અને આત્મા વિભાગના કર્મચારીશ્રીઓ, અન્ય મહાનુભાવોશ્રી તથા ખેડૂતપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.
05-Mar-2025