Image : Kyiv airport, ukraine
ગાંધીનગર : યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા હતા તે ત્યાં ફસાયા છે. ગુજરાતના પણ લગભગ ૨૫૦૦થી ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. બીજી તરફ યુક્રેનમાં ખરીદી માટે પડાપડી થઈ રહી છે, ઉપરાંત ભારતીય એમ્બેસી બહાર પણ ભારતીયોની લાંબી લાઈનો લાગી છે. રશિયા દ્વારા યુદ્ધની જાહેરાત કરવામાં આવ્યા બાદ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિતના ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વેપાર કરી રહેલા લોકોની ચિંતા વધી ગઈ છે. હવે અહીં ફસાયેલા ગુજરાતીઓ સ્વદેશ પરત ફરવા માટે અધિરા બન્યા છે. અનેક વિદ્યાર્થીઓ વીડિયો વાયરલ કરીને ભારત સરકાર પાસે પરત ફરવા ભારતીય વિદ્યાર્થીઓ મદદ માટે આ ID situationroom@mea.gov.in પર ઈ-મેઈલ પણ મોકલી શકે છે. જો વિદ્યાર્થીઓને યુક્રેનમાં ઈન્ડિયન એમ્બેસી પાસેથી કોઈ મદદની જરૂર પડે તો તેમને +38 0997300428 અને +38 099730048 સંપર્ક કરી શકાશે. વિદ્યાર્થીઓcons1.kviv@ mea.gov.in પર પણ ઈ-મેઈલ મોકલી શકે છે. તમારા પણ કોઈ સગા સંબંધી હોય તો તેમને પણ આ લીંક મોકલવી.
સુરેન્દ્રનગર શહેરના અને યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા 4 વિદ્યાર્થીઓની ભારત આવવા માટે ગુરૂવારે સવારે ફલાઈટ હતી. જો કે ફલાઈટ ટેક ઓફ અઢી માસ પહેલા જ MBBS અભ્યાસ કરવા યુક્રેન ગયા છે. ચર્નીવીસ્ટી હોસ્ટેલ નં. 7માં રહી તેઓ નજીકના શહેર બુકોવીનીયા સ્ટેમ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ થતા તેઓને ગુરૂવારે સવારે જ 9 વાગ્યાની ફલાઈટ દ્વારા ભારત લાવવામાં આવનાર હતા. જેમાં તેઓ બસ દ્વારા એરપોર્ટ જતા હતા, ત્યારે યુક્રેનના મુખ્ય એવા ક્યુ એરપોર્ટ પર જ ફલાઈટ ૧ ટેકઓફ કરવાના 3 કલાક પહેલા જ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આથી સુરેન્દ્રનગરના 14 સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓને ત્યાંથી તાત્કાલીક દૂર લઈ જવાયા છે. આ વિદ્યાર્થીઓને ક્યુ એરપોર્ટથી 200 કિમી દૂર આવેલા કીમ મેટ્રો રેલવે સ્ટેશને હાલ સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
યુક્રેનમાં ફસાયેલા મૂળ રાજકોટના વિદ્યાર્થી હર્ષ સોનીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સવારના 3.30થી 4 વાગ્યાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હજી સુધી મારી આંખે યુદ્ધના દૃશ્યો જોયા નથી. પણ સવારે સાડા ત્રણ વાગે બહુ જ ધડાકાના સંભળાયા હતા. હાલ તકલીફમાં એટલું જ છે કે બને તેટલું જલ્દી અહીંથી અમારૂ સ્થળાંતર થાય. અમે ફલાઈટ કરાવી હતી અને આજની જ હતી પણ યુદ્ધના કારણે તે રદ થઈ છે. અમારા અડધા વિસ્તારમાં લાઈટ છે અને અડધામાં નથી. હાલ અમે રહીએ છીએ ત્યાંથી ૩૮૦ કિમી દૂર યુદ્ધ ચાલી રહ્યું છે.
અરવલ્લી જિલ્લાના પણ બે વિદ્યાર્થીઓ જંગની સ્થિતિ વચ્ચે યુક્રેનમાં અટવાયા છે. આ દરમિયાન ભિલોડાના નાદોજ ગામના ભાવેશ વણઝારા યુક્રેનની ટરનોપિલ સિટીથી વીડિયો વાયરલ કરીને ભારત સરકાર પાસે મદદ માંગી હતી. વિદ્યાર્થીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, શહેરનું એરપોર્ટ બંધ થઈ ગયું છે. અમે સતત ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. ભારત સરકાર પણ અમને સ્વદેશ પરત લઈ જવા માટે મદદ કરે તેવી અમારી માગ છે. આ બાબતે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને મદદ માટે રજૂઆત કરી હતી. ભાવેશ વણઝારા ઝડપી વતન પરત ફરે તે માટે પુરી મદદની ખાતરી આપી છે.ભાવનગર જિલ્લાના સિહોરના દેવગાણા ગામનો નયનરાજ હરદીપસિંહ ચૌહાણ MBBSના અભ્યાસ માટે છેલ્લા ૩ વર્ષથી યુક્રેનમાં છે. જે પણ યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનના ટનોફિલ શહેરમાં ફસાયો છે. નયનરાજના પિતા દ્વારા પુત્રને વહેલાસર સ્વદેશ પરત લાવવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે. જો કે યુવક હાલ જ્યાં છે, ત્યાં કોઈ ખતરો ના હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલ શહેરના જેતપુર રોડ પર આવેલ સંજય સોસાયટીમાં રહેતા અને જામવાળી આઇડીસી દિપાલી ઓઇલ ચલાવતા રાજેશ રામાણીની પુત્રી બંસી અને દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે રહેતા અને પ્રમુખ મેડિકલ ચલાવતા શૈલેષ દાફડાની પુત્રી દેવાંશી છેલ્લા બે વર્ષથી બુકોવેનિયા ખાતે આવેલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ જતા હાલ આ બન્ને દીકરીના પરિવાર ઘેરા શોકમાં ગરક થઇ જવા પામ્યો છે. વર્તમાન પરિસ્થિતિ અંગે રાજેશ રામાણીએ જણાવ્યું હતું કે, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક આ દ્વારા છેલ્લા 15 દિવસથી બંને દીકરીઓને પરત લાવવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ દીકરીઓને પરત લાવવામાં સફળતા મળી ન હતી. હાલ ત્યાં સિનિયર સિટીઝનો અને નાના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. ગુરુવારે સવારે જ રાજેશ રામાણીને પુત્રી બંસી સાથે વાત થઇ હતી ત્યારે જણાવ્યું હતું કે, ઇન્ડિયન એમ્બેસીની નવી જાહેરાત આવી છે. તેઓ દ્વારા માલ સામાન પેક કરી રાખવાનું અને બેન્કમાંથી જરૂરિયાત મુજબના નાણા ઉપાડી હાથ ઉપર રાખવાનું જણાવાયુ છે. ગમે ત્યારે ઇમરજન્સી જાહેર થઈ જશે, શક્ય હશે તો ચાર્ટડ પ્લેન અથવા તો કોઈપણ વાહન મારફતે નજીકના દેશમાં શિફ્ટ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.
જામનગરનો હમેશ નિમ્બાર્ક નામનો વિદ્યાર્થી છેલ્લા ૩ વર્ષથી ટર્નોપિલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. હાલ આ વિદ્યાર્થીને સ્વદેશ પરત લાવવા માટે તેના પરિવારે ભારત સરકાર પાસે મદદ માંગી છે.
જૂનાગઢમાં રહેતી યશ્વી ગોપાલ ભાટીયા નામની વિદ્યાર્થિની કિવ સ્ટેશન ઉપર ટ્રેનમાં ફસાઈ છે. જે ભારત સરકાર પાસે મદદ માગી રહી છે. જેના પગલે જૂનાગઢ રહેતા તેના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ભારત સરકાર તાત્કાલિક પોતાના બાળકોને પરત લાવવામાં મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે.પાટણ જિલ્લામાંથી પણ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024