કેન્દ્ર સરકાર હવે જૂના કાયદામાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં
કંપનીઓનું એકબીજામાં મર્જર થાય અને તેનું વિસ્તરણ થાય
ટેલીકોમ હજી 1885માં બનાવવામાં આવેલા એક અધિનિયમ દ્વારા શાસિત
ભવિષ્યમાં આ મુદ્દાઓને કોર્ટમાં પણ ના પડકારી શકાય
કેન્દ્ર સરકાર હવે જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે કંપનીઓનું એકબીજામાં મર્જર થાય અને તેનુ વિસ્તરણ કરવુ અને બિઝનેસ ચલાવવામાં નોકરશાહીમાંથી ઘણી બધી એપ્રુવલ લેવાની જરૂર ના પડે અને ભવિષ્યમાં તેમને આ મુદ્દાઓને કોર્ટમાં પણ ના પડકારી શકાય.
કંપનીઓને બિઝનેસમાં વધુ સુવિધા મળે, સરકારની વિચારણા
મીડિયા રિપોર્ટ મુજબ, દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરૂવાર નવી દિલ્હીમાં પોતાના કાર્યાલયમાં એક ઈન્ટરવ્યુમાં સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે સરકાર આ પ્રકારના વિકલ્પો તપાસી રહી છે કે કંપનીઓને બિઝનેસમાં સુવિધા મળે. સરકારનું લક્ષ્ય છે કે ફેબ્રુઆરી 2022 સુધી નવા નિયમ પ્રસ્તુત કરવામાં આવે.
નિયમો પણ 60-70 વર્ષ જૂના
વૈષ્ણવે ઔપનિવેશિક યુગના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટેલીકોમ હજી પણ 1885માં બનાવવામાં આવેલા એક અધિનિયમ દ્વારા શાસિત છે, પરંતુ ચીજ વસ્તુઓ નાટકીય ઢબે ખૂબ બદલાઈ ગઈ છે અને તેની સાથે જોડાયેલા રેગ્યુલેશન પણ 60-70 વર્ષ જૂના છે. જે સરકારને આ ક્ષેત્ર પર વિશેષ અધિકાર આપે છે. તેમણે કહ્યું કે સરકાર આ નિયમોને સંપૂર્ણ રીતે બદલવા માંગે છે.
ભારત પણ આગામી વર્ષે 5G નેટવર્ક લોન્ચ કરશે
દૂરસંચાર ક્ષેત્ર માટે રાહત પેકેજ આપવુ અને સેમીકંડક્ટર નિર્માતાઓને દક્ષિણ એશિયન દેશોની જેમ વલણ અપનાવવાની યોજના આપી ચૂકેલા દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે ભારતની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે એક સંપન્ન ટેલીકૉમ ઈન્ડસ્ટ્રીની જરૂર છે. ચીન અને સાઉથ કોરિયા જેવા દેશ પહેલાંથી જ 5G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે. આશા છે કે ભારત પણ આગામી વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર સુધી 5G નેટવર્ક લોન્ચ કરી દેશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024