- સુરતમાં બન્યો સ્ટીલનો રોડ : કપચીને બદલે 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટનો વપરાશ
- સુરતના ઔધોગિક વિસ્તાર હજીરામાં ખાતે સ્ટીલનો રોડ બનાવવામાં આવ્યો
સુરત:તમે પ્લાસ્ટિકના રોડ વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સ્ટીલના રોડ પણ હોય ! તમને આ જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. હવે ભારત સરકાર રોડ નિર્માણમાં કપચીની જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરી રહી છે. સુરતમાં દેશનો પ્રથમ સ્ટીલ રોડ પણ તૈયાર પણ થઈ ગયો છે. ચોમાસુ આવે એટલે ઠેર ઠેર પાણી ભરાઇ જાય. ખખડધજ રોડ રસ્તાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે. પ્રાથમિક જીવન જરુરિયાતની વસ્તુઓમાં પ્રજાને સારા રોડ રસ્તા પુરા પાડવાની પણ જવાબદારી આવે. પરંતુ રોડ રસ્તાની કામગીરીમાં તો ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા વિના રહે ખરા ? પ્રજા અધિકારીઓને રજૂઆત કરી કરીને થાકે પણ રોડ પરના ખાડા ન પુરાય. ત્યારે આવી સમસ્યાઓથી કાયમી છૂટકારો મળી જાય તેવો એક રસ્તો શોધી કાઢ્યો છે.
જાણવા મળતી માહિતી અનુસાર, સેન્ટ્રલ રોડ રિસચર્સ ઈન્સ્ટિટ્યુટ (CSRI) દ્વારા સુરતના હજીરાના ઔદ્યોગિક વિસ્તારમાં 1.2 કિમી લાંબો અને 6 લેન ડીવાઈડેટ કેરેજ વે રોડ બનાવવામાં આવ્યો છે. CSRI દ્વારા 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને સબસ્ટિટ્યૂટ નેચરલ એગ્રીગેટનો ઉપયોગ કરીને આ સ્ટીલ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાંથી દરરોજ 1200થી પણ વધારે હેવી ટ્રકોની અવરજવર રહેતી હોય છે. અને આ રોડની જાડાઈ 30 ટકા ઓછી કરી છે. તેના પરથી 20થી 22 ટનના હેવી વ્હીકલ્સ પસાર થાય છે, તેમ છતાં રોડ એકદમ મજબૂત છે.મહત્વનું છે કે, આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે. સીએસઆરઆઈની ગાઈડલાઈન મુજબ હજીરાની એક કંપની પાસે પ્રોસેસ્ડ ઈલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ તૈયાર કરાવીને તેને આ રોડ નિર્માણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરાંત વધુમાં વધુમાં કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છે. દેશમાં દર વર્ષે આશરે 40 મિલિયન ટન સ્ટીલ સ્લેગ ઉત્પન્ન થાય છે અને તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઈ સ્ટીલ ઈન્ડસ્ટ્રીકન્શન હોય છે. ભારત સરકારની સ્ટીલ પોલિસી હેઠળ વર્ષ 2030 સુધી ભારતમાં 300 ટન જેટલું સ્ટીલનું પ્રોડક્શન થશે તેવી સંભાવના છે અને તેને કારણે 45 મિલિયન ટન સ્ટીલ સ્લેગ ઉત્પન્ન થશે. અને આટલી મોટી માત્રામાં સ્લેગનો ઉપયોગ કરવો એ એક મોટો પડકાર છે. પણ જો રોડ નિર્માણમાં આ સ્લેગનો ઉપયોગ કરવામાં આવે તો, અમે તેનો સફળતાપૂર્વક ઉપયોગ રોડમાં કરી શકું છું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024