ગુજરાત સરકારની નવી એગ્રો એક્સપોર્ટ પોલીસી : રાજકોટ, સુરત અને વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો કોમ્પ્લેક્ષ પણ સ્થપાશેઃ ખાસ ડીઝાઈનવાળા વેર હાઉસ પણ મુંદ્રા, કચ્છ અને પીપાવાવમાં ઉંભા કરાશે

15-Dec-2021

નવી એગ્રો એકસપોર્ટ પોલીસી લાવવા વિચારે છે ગુજરાત સરકાર. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે જ રાજ્ય સરકાર આ પોલીસી જાહેર કરવા માગે છેઃ જેમાં ૧૩ જેટલા કલસ્ટરોનો વિકાસ કરાશે : રાજ્ય સરકાર નવી પોલીસી હેઠળ સ્થાનિક કલસ્ટર અને ઉંદ્યોગોને રૂા. ૧૭૫૦ કરોડની નાણાકીય સુવિધા પણ આપશેઃ ખેડૂતોને પણ પ્રોત્સાહન આપવા વિચારણાઃ રાજકોટ, સુરત અને વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો કોમ્પ્લેક્ષ પણ સ્થપાશેઃ ખાસ ડીઝાઈનવાળા વેર હાઉંસ પણ મુંદ્રા, કચ્છ અને પીપાવાવમાં ઉંભા કરાશે

નવી દિલ્હી, તા. ૧૫: ગુજરાત સરકાર આવતા મહિને યોજાનારા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૨૨ પૂર્વે નવી કૃષિ નિકાસ(એગ્રો એકસપોર્ટ) પોલીસી લાવવા ગંભીરપણે વિચાર કરી રહી છે. અત્રે નોંધનીય છે કે અનેક રાજ્યોએ અગાઉં એગ્રો એકસપોર્ટ પોલીસીનું ધૂમધડાકાભેર લોન્ચીંગ કર્યુ છે.

આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ છે કે, આ પ્રસ્તાવિત એગ્રો એકસપોર્ટ પોલીસી લાવવાનો હેતુ ઉંચ્ચ ગુણવત્તા, ઉંચુ નાણાકીય વળતર મેળવતા વિવિધ પ્રકારના પાકોની વેરાયટી અને મરીન પ્રોડકટને પ્રમોટ કરવાનો છે. એટલ જ નહિ એકસપોર્ટ કરતા એકમોને ખાસ પ્રકારના નાણાકીય લાભો પણ આપવાનો હેતુ છે.

સૂત્રોએ જણાવ્યુ છે કે આ સૂચિત પોલીસી હેઠળ ૧૩ જેટલા મુખ્ય કૃષિ નિકાસ કલસ્ટરને નાણાકીય લાભો આપવામાં આવશે. એટલુ જ નહિ તેના વિકાસ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ પોલીસી હેઠળ લોકલ કલસ્ટર અને ઉંદ્યોગોને રૂા. ૧૭૫૦ કરોડની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. સૌથી વધુ ફોકસ કેટલાક ચોક્કસ કલસ્ટરોમાં નિકાસને ટેકો આપે તેવુ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉંભુ કરવાનો અને ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાવાળા પાકો માટે પ્રોત્સાહન આપવાનું પણ છે. આ બધી વસ્તુઓનું વિદેશમા માર્કેટીંગ થઈ શકે તેમ છે. આ અંગેનો પોલીસી ડ્રાફટ સરકાર દ્વારા મંજુર કરવાની પ્રક્રિયા હેઠળ છે. એકશન પ્લાનને સૈદ્ધાંતિક રીતે મંજુરી આપી દેવામાં આવી છે તેવુ સૂત્રોએ ઉંમેર્યુ હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૩ જેટલા પાકના કલસ્ટરને અલગ તારવવામાં આવ્યા છે જ્યાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર ઉંભુ કરી શકે. આ માટે વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર એર કાર્ગો કોમ્પ્લેક્ષ પણ બનાવવામાં આવશે. એટલુ જ નહિ ખાસ પ્રકારની ડીઝાઈનવાળા પેકેજીંગ હાઉંસો અને તાપમાનનું નિયંત્રણ થઈ શકે તેવા વેરહાઉંસ એગ્રો અને ફુડ પ્રોડકટ માટે મુંદ્રા, કંડલા અને પીપાવાવ ખાતે ઉંભા કરવાનું પણ આયોજન છે.

માર્કેટીંગ વિકાસ માટે સરકાર મેળાઓ અને તેમા સુવિધાઓ ઉંભી કરવા પણ માગે છે. એટલુ જ નહિ વિવિધ પ્રકારના ઈવેન્ટ યોજવા માંગે છે. જેમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે બેઠકો, રીવર્સ બાયર-સેલર મીટીંગો, ટ્રેડ એલીગેશન ઉંભા કરવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

Author : Gujaratenews