નવી દિલ્હી, તા.૧૫: ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના સર્વે રિપોર્ટ મુજબ, ક્યારેય લગ્ન ન કરનારા યુવકોની સંખ્યા ૨૦૧૧માં ૨૦.૮ ટકાથી વધીને ૨૬.૧ ટકા થઈ ગઈ છે. આ જ કેટેગરીમાં મહિલાઓની સંખ્યા પણ ૨૦૧૧મા ૧૩.૫% હતી, જે ૨૦૧૯મા વધીને ૧૯.૯ થઈ ગઈ છે.
દેશની વસ્તીમાં અપરિણીત યુવાનોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. એક સર્વે રિપોર્ટ અનુસાર, ૨૦૧૧મા દેશની કુલ યુવા વસ્તીમાંથી અપરિણીત યુવાનોની સંખ્યા ૧૭.૨% હતી, જે ૨૦૧૯મા વધીને ૨૩ ટકા થઈ ગઈ છે. આ ઉપરાંત યુવાનોની લગ્નની સરેરાશ ઉંમર પણ વધી છે. ૨૦૦૫-૦૬મા લગ્નની સરેરાશ ઉંમર ૧૭.૪ વર્ષ હતી, જે ૨૦૧૯-૨૧ દરમિયાન વધીને ૧૯.૭ વર્ષ થઈ ગઈ છે. રાષ્ટ્રીય યુવા નીતિ, ૨૦૧૪ મુજબ, ૧૫-૨૯ વર્ષની વયજૂથના લોકોને યુવાન ગણવામાં આવે છે.
લગ્નની ઉંમર અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ મોરચે મોટો ફેરફાર થયો છે. ૨૦૧૯-૨૦૨૧ દરમિયાન, ૨૫-૨૯ વર્ષની વય જૂથની ૫૨.૮% મહિલાઓના લગ્ન ૨૦ વર્ષની ઉંમર સુધીમાં થઈ ગયા હતા, જે ૨૦૦૫-૦૬મા ૭૨.૪ ટકા હતા. ૨૦૧૯-૨૧ દરમિયાન, દેશમાં ૨૫-૨૯ વર્ષની વયના ૪૨.૯% પુરુષોએ ૨૫ વર્ષની વયે લગ્ન કર્યા હતા, જયારે મહિલાઓમાં આ ટકાવારી લગભગ ૮૩ ટકા હતી.
સર્વે રિપોર્ટ અનુસાર મહિલાઓની લગ્નની ઉંમર તેમના શિક્ષણના પ્રમાણમાં વધી રહી છે. ૨૦૧૯-૨૧ દરમિયાન, ૨૫-૨૯ વર્ષની વયની મહિલાઓ માટે લગ્નની સરેરાશ ઉંમર જેમણે ૧૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી શિક્ષણ પાછળ વિતાવ્યું છે તે શાળામાં ભણતી ન હોય તેવી મહિલાઓ કરતાં ૫.૫ વર્ષ વધુ હતી. સારા સમાચાર એ છે કે જે મહિલાઓએ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો નથી તેમની લગ્નની સરેરાશ ઉંમરમાં ૨ વર્ષનો વધારો થયો છે અને જે મહિલાઓએ પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કર્યું નથી તેમની માટે ૧.૨ વર્ષનો વધારો થયો છે.
છેલ્લા ૧૫ વર્ષમાં ૨૦-૨૪ વર્ષની વયની મહિલાઓની સંખ્યા જેમણે ૧૮ વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લીધા હતા તે અડધી થઈ ગઈ છે. ૨૦૦૫-૦૬મા તેમની સંખ્યા લગભગ ૪૭ ટકા હતી, જે ૨૦૧૯-૨૧મા ઘટીને ૨૩ ટકા થઈ ગઈ છે. તેવી જ રીતે, કિશોરવયની છોકરીઓના ગર્ભવતી થવા અને માતા બનવાના દરમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ૨૦૦૫-૦૬મા તેમની સંખ્યા લગભગ ૧૬ ટકા હતી, જે ૨૦૧૯-૨૧મા ઘટીને માત્ર ૭ ટકા થઈ ગઈ છે.
ભારતની વસ્તી ૨૦૧૧-૨૦૩૬ પરના ટેકનિકલ ગ્રુપના અંદાજ મુજબ, ૨૦૨૧મા, ભારતની કુલ ૧૩૬૩ મિલિયન વસ્તીમાંથી લગભગ ૨૭.૩ ટકા ૧૫-૨૯ વર્ષની વય જૂથના યુવાનો હતા. ૨૦૩૬ સુધીમાં વસ્તીમાં યુવાનોનું પ્રમાણ ઘટવા લાગશે. ૨૦૨૧મા ૩૭.૧૪ કરોડ યુવાનોની સરખામણીમાં ૨૦૩૬મા યુવાનોની વસ્તી ઘટીને ૩૪.૫૫ કરોડ થશે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના સર્વે રિપોર્ટ મુજબ, ક્યારેય લગ્ન ન કરનારા યુવકોની સંખ્યા ૨૦૧૧મા ૨૦.૮ ટકાથી વધીને ૨૬.૧ ટકા થઈ ગઈ છે. આ જ કેટેગરીમાં મહિલાઓની સંખ્યા પણ ૨૦૧૧મા ૧૩.૫% હતી, જે ૨૦૧૯મા વધીને ૧૯.૯ થઈ ગઈ છે. જો કે રિપોર્ટમાં અપરિણીત યુવાનોના પ્રમાણમાં વધારો થવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં વહેલાં લગ્નની પ્રથામાં તીવ્ર ઘટાડો થયો છે.
ડેટા દર્શાવે છે કે ૨૦૧૯-૨૧ દરમિયાન, ૧.૭% કિશોરીઓ (૧૫-૧૯ વર્ષ) ના પ્રથમ લગ્ન ૧૫ વર્ષની ઉંમરે થયા હતા, જે ૨૦૦૫-૦૬મા ૧૧.૯% હતા. રિપોર્ટ અનુસાર, ૨૦૧૯ માં રાજય મુજબની વસ્તીની તુલનામાં, સૌથી વધુ અપરિણીત યુવાનોની વસ્તી જમ્મુ અને કાશ્મીરમાં હતી, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબમાં. જયારે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ સંખ્યા સૌથી ઓછી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024