ઇન્ડિયન ઓવરસીઝ - સેન્ટ્રલ બેંકનું ખાનગીકરણ કરવા તૈયારી : સપ્ટેમ્બરમાં જ ધડાકો : વીમા કંપની પણ લાઇનમાં
13-Jul-2022
નવી દિલ્હી તા. ૧૨ : દેશમાં ખાનગીકરણને લઈને સરકાર ઝડપથી નિર્ણયો લઈ રહી છે, સરકાર તેના પગલાં સતત આગળને આગળ વધારી રહી છે. ખાનગીકરણમાં સરકાર જલ્દી બે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. જેવી તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ઘણી કંપનીઓ માટે બોલીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણવ્યા અનુસાર આ વર્ષના સપ્ટેમ્બર સુધી ખાનગીકરણ શરૂ થઈ શકે છે. તો બીજી તરફ સરકારી કર્મચારીઓ આ નિર્ણયના વિરોધમાં સતત હડતાળ પણ કરી રહ્યા છે.
હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની ૧૨ બેંકો બાકી છે. વર્ષ ૨૦૧૯ માં, સરકારે કુલ ૧૦ જાહેર ક્ષેત્રની બેંકોને મોટી બેંકો સાથે મર્જ કરી હતી. દેખીતી રીતે, સરકાર નબળી જાહેર ક્ષેત્રની બેંકોની નાણાકીય સ્થિતિ સુધારવા માટે મર્જરનો માર્ગ અપનાવે છે. વર્ષ ૨૦૧૯ માં, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બેંક સાથે મર્જ કરવામાં આવી હતી. તેવી જ રીતે, અલ્હાબાદ બેંકને ઇન્ડિયન બેંકમાં મર્જ કરવામાં આવી હતી. સિન્ડિકેટ બેંકનું કેનેરા બેંક સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું અને આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સરકાર બેન્કિંગ વિનિયમનના અધિનિયમમાં સંશોધન કરીને PAB બેન્કોમાં વિદેશી સ્વામિત્વ પર ૨૦%ની સીમા હટાવવાની તૈયારીમાં છે, જાણવામાં મળી રહ્યું છે કે સરકારે આ માટે બે સરકારી બેન્કોને લિસ્ટેડ પણ કરી ચૂક્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે માહિતી આપી હતી કે આ મોટા ફેરફારોની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કેબિનેટની મંજૂરીમાં થોડો સમય લાગી શકે છે. ચોમાસુ સત્ર સુધીમાં તેમાં સુધારો કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી એક બેંકનું ખાનગીકરણ સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખે છે.
સરકાર હવે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે ઝડપ બતાવી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર ચોમાસુ સત્રમાં બેંકિંગ લો એમેન્ડમેન્ટ બિલ લાવી શકે છે. આ સાથે, PSBS (જાહેર ક્ષેત્રની બેંકો)ના ખાનગીકરણની પ્રક્રિયાને વેગ મળી શકે છે. તમને જણાવી દઈએ કે બે સરકારી બેંકો ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ થઈ શકે છે, જોકે સરકારે બેંકોના ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બેંકોના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ૨૦૨૧-૨૦૨૨નું બજેટ રજૂ કરતી વખતે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના મામલે સ્પષ્ટતા કરી હતી. ચોમાસું સત્રમાં બેન્કિંગ લોઝ એમેન્ડમેન્ટ બિલ રજૂ અને પસાર થયા પછી જ જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ શક્ય બનશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024