ભારતીય અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હવે 3.75 ટ્રિલિયન ડોલરની થઈ, 2030 સુધીમાં ત્રીજા સ્થાને રહેશે

13-Jun-2023

નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હવે 3.75 ટ્રિલિયન ડોલરની થઈ ગઈ છે.જે 2030 સુધીમાં ત્રીજા સ્થાને રહેશે.

ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા, 2030 સુધીમાં ત્રીજા સ્થાને રહેશે.

નાણા મંત્રાલયે આપેલી જાણકારી મુજબ મોદી સરકાર વર્ષ 2025 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. જો આમ થશે તો ભારત વિશ્વના પસંદગીના દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા અને ચીન જ આ માઈલસ્ટોન હાંસલ કરી શક્યા છે. 
ભારતીય અર્થતંત્રએ વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વર્ષ 2014માં 2 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર રહેલું ભારત આ વર્ષે 2023ના જૂન મહિના સુધીમાં 3.75 ટ્રિલિયન ડોલર(3.75 લાખ કરોડ)નું અર્થતંત્ર બની ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલય દ્વારા ટ્વિટ કરવામાં આવેલી માહિતી અનુસાર, ભારતની જીડીપી જે 2014માં લગભગ 2 ટ્રિલિયન ડોલર હતી, તે 3.75 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે. ટ્વીટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, ભારત વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. ભારત હવે વિશ્વમાં તેજસ્વી સ્થાન તરીકે ઓળખાય છે.
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના દેશો પર નજર કરીએ તો, 5 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચવા માટે ભારતની જાપાન અને જર્મની સાથે રેસ છે. તાજેતરના ડેટા અનુસાર, વર્તમાન ભાવોના આધારે, જાપાનનું અર્થતંત્ર હાલમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની સૌથી નજીક છે. જાપાનની અર્થવ્યવસ્થા હાલમાં 4.41 લાખ કરોડ રૂપિયાની છે. તે જ સમયે, તેની પાછળ જર્મનીની અર્થવ્યવસ્થા છે, જેની કિંમત 4.30 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે ભારતના અર્થવ્યવસ્થા 3.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં જો ભારતે પહોંચવું હોય તો તેને વધુ ઝડપથી આગળ વધવું પડશે.બીજી તરફ જો અમેરિકા અને તેઓ ભારત કરતા ઘણા આગળ છે. અમેરિકાએ વર્ષ 1978માં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનો દરજ્જો હાંસલ કર્યો હતો, જ્યારે ચીને 2009માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. હાલમાં અમેરિકાની અર્થવ્યવસ્થા 26.85 ટ્રિલિયન ડૉલરની છે. જ્યારે ચીનની અર્થવ્યવસ્થા 19.37 ટ્રિલિયન(લાખ કરોડ)ની છે.

 

Author : Gujaratenews