નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે બ્રિક્સના ૧૩માં શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા કહ્યુ કે છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે અનેક સિદ્ધિઓ હાસિલ કરી છે. તેમણે કહ્યું કે આજે આપણે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ છીએ. વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે આ મંચ ઉપયોગી રહ્યું છે.
પ્રદાનમંત્રી મોદીએ કહ્યુ કે, આપણે તે નક્કી કરવાનું છે કે બ્રિક્સ આગામી વર્ષોમાં વધુ ૧૫ પરિણામદાયી થાય. ભારતે પોતાની અધ્યક્ષતા માટે જે થીમ પસંદ કરી છે, તે આ પ્રાથમિકતા દર્શાવે છે-બ્રિક્સ એટ ૧૫- ઈન્ટ્રા-બ્રિક્સ કોર્પોરેશન ફોર કન્ટીન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કોન્સેનસસ.
તેમણે કહ્યું કે, હાલમાં પહેલા ‘બ્રિક્સ ડિજિટલ હેલ્થ સંમેલન‘નું આયોજન થયું હતું. ટેક્નોલોજીની મદદથી સ્વાસ્થ્ય સેવાઓ સુધીપહોંચવા માટે આ એક ઇનોવેટિવ પગલું છે. નવેમ્બરમાં આપણા જળ સંસાધન મંત્રી બ્રિક્સ ફોર્મેટમાં પ્રથમવાર મળશે
પીએમ મોદીએ આગળ કહ્યુ કે, આ પ્રથમવાર થયું છે કે બ્રિક્સે મલ્ટિલેટરલ સિસ્ટમની મજબૂતી અને સુધાર એક સંયુક્ત પગલું લીધુ છે. તેમણે કહ્યું કે, અમે બ્રિક્સ કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાનપણ એડોપ્ટ કર્યો છે. આ બીજીવાર છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પહેલા તેમણે ૨૦૧૬માં ગોવામાં શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. જ્યારે આ ત્રીજીવાર છે કે ભારત ૨૦૧૨ અને ૨૦૧૬ બાદ બ્રિક્સ શિખર સંમેલનની યજમાની કરી રહ્યું છે. પીએમએ કહ્યું કે બ્રિક્સે છેલ્લા બે દાયકામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે આપણે વિશ્વના ઉભરતા અર્થતંત્રો માટે પ્રભાવશાળી અવાજ છીએ. ફોરમ વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ ઉપયોગી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આગામી ૧૫ વર્ષમાં બ્રિક્સ વધુ ઉત્પાદક બને. ભારતે પોતાની અધ્યક્ષતા માટે જે થીમ પસંદ કરી છે તે આ પ્રાથમિકતાને પ્રતિબિંબિત કરે છે. થીમ છે બ્રિક્સજ૧૫: સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે ઇન્ટ્રા-બ્રિક્સ સહયોગ.
તેમણે કહ્યું કે તાજેતરમાં પ્રથમ બ્રિક્સ ડિજિટલ હેલ્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.ટેકનોલોજીની મદદથી આરોગ્યની પહોંચ વધારવા માટે આ એક નવું પગલું છે. નવેમ્બરમાં, અમારા જળ સંસાધન મંત્રીઓ બ્રિક્સ ફોર્મેટમાં પ્રથમ વખત મળશે. આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાજ્યોના વડાઓએ બેઠક યોજી હતી.
આ બેઠક બેઠક એવા સમયે આયોજીત કરવામાં આવી હતી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ નવી વચગાળાની સરકારમાં આવા ઘણા નામ સામેલ છે જે મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે. જો કે, અપેક્ષાઓથી વિપરીત, આ બેઠક દરમિયાન અફઘાનિસ્તાન મુદ્દે કોઈ ખાસ ચર્ચા થઈ ન હતી.
20-Aug-2024