મોદી સરકારનો નવો શ્રમ કાયદો: નવા શ્રમ કાયદામાં કર્મચારીના કામના કલાકો, વાર્ષિક રજાઓ સહિત ઘણું બદલાઇ જશે
10-Jun-2022
નવી વ્યવસ્થામાં વધુમાં વધુ ૧૨ કલાક કામ કરવાનો પ્રસ્તાવ છેઃ જ્યારે સાપ્તાહિક મર્યાદા ૪૮ કલાક રખાઇ છે : નવા કર્મચારીઓને હવે રજાઓ મેળવવા યોગ્ય થવા ૨૪૦ દિવસ રાહ નહીં જોવી પડે : દર વર્ષે ૪૫માંથી ૩૦ રજાઓ કેરી ફોરવર્ડ થશે : જ્યારે બાકીની ૧૫ રજાઓ કેશ મળશે : કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે કામ, સેલેરી, રજાઓ સહિતની બાબતોને લઇને ચાલતા ઘર્ષણોને ઘટાડવાના હેતુથી મોદી સરકાર આ નવા લેબર કોડ લાવી છે.
નવા લેબર કોડ લાગુ થયા પછી વધુમાં વધુ ૧૨ કલાક કરવાનો પ્રસ્તાવ છે. જોકે, સાપ્તાહિક મર્યાદાને ૪૮ કલાક પર ફિક્સ રખાઈ છે. એટલે કે, નવી વ્યવસ્થામાં ૪ દિવસ કામ કરીને ૩ દિવસ વીકઓફ પણ મળી શકશે, જો તમે રોજ ૧૨ કલાક કામ કરો છો. તેમજ ઓવરટાઈમના કલાકોને પણ એક ક્વાર્ટમાં ૫૦ કલાકથી વધારીને ૧૨૫ કલાક કરી દેવાયા છે. તેનાથી વીકેન્ડ પર કર્મચારી ઓવરટાઈમ કરી વધારાના રૂપિયા કમાઈ શકે છે.
નવી વ્યવસ્થામાં માત્ર ૪ દિવસ કામ અને ત્રણ દિવસ રજા... એ સાંભળવામાં તો ઘણું સારું લાગે છે, પરંતુ હકીકત થોડી અલગ છે. જે ૪ દિવસ તમે કામ કરશો, તે ૧૨-૧૨ કલાક કામ હશે. મોડે સુધી કામ કરવાની અસર તમારા સ્વાસ્થ્ય પર થઈ શકે છે. ઘણી વખત તે પછી કંપનીઓ ઓવરટાઈમ માટે કહી શકે છે. એવામાં ભલે તમને થોડા વધુ રૂપિયા મળી જાય, પરંતુ તમારું કામ ઘણું વધી જશે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.
નવા લેબર કોડમાં રજાઓને લઈને પણ એક મોટો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી નવા કર્મચારીને રજાઓ માટે યોગ્ય થવા માટે ઓછામાં ઓછા ૨૪૦ દિવસ કામ કરવું પડતું હતું, પરંતુ હવે કોઈપણ કર્મચારી માત્ર ૧૮૦ દિવસમાં જ રજા લેવા યોગ્ય થઈ જશે. એટલે કે હવે રજા મેળવવા યોગ્યતાની મર્યાદા સુધી પહોંચવા માટે તમારે ઓછા દિવસ રાહ જોવી પડશે. સરકારનું આ પગલું કર્મચારીઓને ઘણું રાહત આપનારું છે.નવા લેબર કોડ અંતર્ગત હવે દર વર્ષના અંતમાં રજાઓને એનકેશ કરવું જરૂરી કરી દેવાયું છે. એટલે કે, દર વર્ષના અંતમાં તમારી પાસે ૪૫ દિવસની રજા બચી છે, તો તેમાંથી ૩૦ રજાઓ તો કેરી ફોરવર્ડ થશે,સરકારે નવી વ્યવસ્થામાં રજાઓની સંખ્યાને પહેલા જેવી જ રાખવામાં આવી છે. એટલે કે, દર ૨૦ દિવસ કામ કરવા પર તમારે ૧ દિવસની રજા મળશે. સાથે જ, કેરી ફોરવર્ડ થનારી રજાઓની સંખ્યાને પણ બદલવામાં આવી નથી અને તે ૩૦ જ રખાઈ છે. જોકે, રજાઓને લઈને જે જોગવાઈ માત્ર મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી પર લાગુ થતી હતી, તે હવે બધા સેક્ટર પર લાગુ થશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024