સુપર પાવર બનવાની દિશામાં ભારત: બ્રિટન - જર્મનીને પછાડી ૨૦૩૦ સુધીમાં ત્રીજી મહાસત્તા બનશે ભારત
09-Jan-2022
૨૦૨૧-૨૨માં ભારતનો વિકાસદર ૮.૨ ટકા રહેવાનું અનુમાન છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, ચાલુ નાણાકીય વર્ષની ગતિ ૨૦૨૨-૨૩માં ચાલુ રહેશે અને ભારત ૬.૭ ટકાનો વિકાસદર હાંસલ કરી લેશે.IHS માર્કેટનો દાવો છે કે હાલ ભારતનો જીડીપી અમેરિકા - ચીન - જાપાન - જર્મની - બ્રિટન બાદ છઠ્ઠા ક્રમે છે : ૨૦૩૦ સુધીમાં એશિયાની નંબર-ટુ અર્થવ્યવસ્થા બનશે. ૨૦૨૧-૨૨માં વિકાસ દર ૮.૨ ટકા રહેવા અનુમાન છે. ભારતનું ભવિષ્ય મજબુત અને સ્થિર રહેશે. ૧ દાયકા સુધી ઝડપી રહેશે વિકાસદર.કોરોના મહામારીના દબાણમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત પ્રદર્શન કરી રહી છે અને ૨૦૩૦ સુધીમાં તે એશીયાની બીજી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે. આઇએચએસ માર્કેટે શુક્રવારે જાહેર કરેલ રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થા બ્રિટન અને જર્મનીને પાછળ છોડીને ત્રીજા નંબર પર પહોંચી જશે.
આઇએચએસ માર્કેટ અનુસાર, અત્યારે ભારતનો જીડીપી અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને બ્રિટન પછી છઠ્ઠા નંબર પર છે. જો કિંમતના હિસાબથી વાત કરીએ તો ૨૦૨૧માં ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર ૨૭ ખર્ચ ડોલર છે જે ૨૦૩૦ સુધીમાં વધીને ૮૪ ખર્ચ ડોલરે પહોંચવાનું અનુમાન છે. આ તેજી જાપાનને પાછળ રાખી દેવા માટે પુરતી છે જેનાથી ભારત ૨૦૩૦ સુધીમાં એશીયા - પ્રશાંત ક્ષેત્રની બીજા નંબરની મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની જશે.
ભારતનો વિકાસદર વધારવામાં ઇ-કોમર્સ ક્ષેત્રની સાથે બાંધકામ, બુનિયાદી માળખુ અને સેવા ક્ષેત્રની મોટી ભૂમિકા છે. એટલું જ નહી વધી રહેલા ડીજીટલીકરણથી આગામી સમયમાં ઇ-કોમર્સ બજાર વધુ મોટું થઇ જશે. એક રિપોર્ટ અનુસાર, ૨૦૩૦ સુધીમાં ૧.૧ અબજ ભારતીયો પાસે ઇન્ટરનેટ હશે, ૨૦૨૦માં આ આંકડો ૫૦ કરોડ હતો.
આઇએચએસ માર્કેટે દાવો કર્યો છે કે, આ બધુ મળીને જોઇએ તો ભારતીય અર્થવ્યવસ્થાનું ભાવિ મજબુત અને સ્થિર દેખાઇ રહ્યું છે, જેનાથી આવતા એક દાયકા સુધી તે સૌથી ઝડપી ગતિએ વધતા જીડીપીવાળો દેશ બનેલો રહેશે. લાંબા સમયમાં પણ ભારતનો ઝડપી વિકાસદર જાળવી રાખવામાં બુનીયાદી માળખા ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ જેવા ટેકનીકલ વિકાસની મોટી ભૂમિકા હશે.ભારતને પોતાના વિશાળ મધ્યમ વર્ગથી સૌથી વધારે મદદ મળે છે, જે તેની મુખ્ય ગ્રાહક શકિત છે. આઇએચએસ માર્કેટએ કહ્યું છે કે, ભારતીય ગ્રાહકોનો ખર્ચ પણ આવતા એક દાયકામાં બમણો થઈ જશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024