સુશાંત કેસમાં આવશે નવો વળાંક? તપાસ એજન્સી સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરાયેલા ચેટ-ઈમેલની કરશે તપાસ
08-Nov-2021
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોત મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ અમેરિકા પાસે મદદ માંગી છે.
સીબીઆઈએ ઔપચારિક ચેનલ દ્વારા યુએસનો સંપર્ક કર્યો છે. સીબીઆઈએ સુશાંત સિંહના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ડિલીટ કરવામાં આવેલ ડેટા રિકવર કરવાના સંબંધમાં યુએસ પાસે મદદ માંગી છે.
તપાસ એજન્સીએ કહ્યું કે ડેટા મેળવીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે 14 જૂન (2020)ના રોજ આત્મહત્યાની ઘટના પાછળનું કારણ શું હોઈ શકે. એમએલએટી (Mutual Legal Assistance Treaty) હેઠળ કેલિફોર્નિયા સ્થિત ગૂગલ અને ફેસબુક પાસેથી માહિતી માંગવામાં આવી છે.
સીબીઆઈએ ગુગલ અને ફેસબુકને અપીલ કરી છે કે સુશાંતની ડિલીટ કરાયેલી ચેટ, ઈમેઈલ અથવા પોસ્ટની વિગતો શેર કરે. જેથી તેનું વિશ્લેષણ થઈ શકે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ મળી શકે.
ભારત અને યુએસ પાસે એમએલએટી છે. જેના હેઠળ બંને પક્ષો કોઈપણ સ્થાનિક તપાસ અંગેની માહિતી મેળવી શકે છે. જે સામાન્ય રીતે શક્ય ન પણ હોય.
‘કોઈ કસર છોડવા માંગતા નથી’:-ગૃહ મંત્રાલય (MHA) એ એમએલએટી હેઠળ આવી માહિતી પ્રાપ્ત કરવા અથવા શેર કરવા માટે ભારતમાં કેન્દ્રીય સત્તા છે. અમેરિકામાં એટર્ની જનરલની ઓફિસે આવી માહિતી શેર કરી છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ બાબતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા અમે કોઈ કસર છોડવા માંગતા નથી. અમે જાણવા માંગીએ છીએ કે આવી કોઈ ચેટ અથવા પોસ્ટ છે કે જે આ બાબતે ઉપયોગી સાબિત થઈ શકે.
MLAT સમય લેવાની પ્રક્રિયા હેઠળ માહિતી મેળવવી:-સુશાંત સિંહના મૃત્યુની તપાસને અંતિમ સ્વરૂપ આપવામાં થોડો વધુ સમય લાગી શકે છે કારણ કે એમએલએટી દ્વારા માહિતીની વહેંચણી એ લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. પ્રીમિયર એજન્સીએ ગયા વર્ષે એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે તે તમામ ખૂણાઓથી આ મામલાની તપાસ કરી રહી છે. અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ડેટા શેર કરવા માટે યુએસને અપીલ કરવી એ મામલાના તળિયે જવાના તમામ પ્રયાસોનો એક ભાગ છે, કારણ કે અમે કોઈપણ પાસાને ચૂકવા માંગતા નથી.
20-Aug-2024