LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઇને સરકારનો નવો પ્લાન તૈયાર!, જાણો કોના ખાતામાં આવશે પૈસા

03-Oct-2021

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, LPG સબસિડીને લઇ વધી રહેલી કિંમતો પર સરકારનો શું વિચાર છે, આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઇ નથી. પરંતુ એલપીજી સિલિન્ડરને લઇ સરકારની બે માર્ગ અપનાવી શકે છે. પ્રથમ સરકાર સબસિડી વગરના સિલિન્ડર સપ્લાય કરે અને બીજુ અમુક નક્કી કરેલા ગ્રાહકોને સબસિડીનો લાભ આપવામાં આવે. સબસિડી આપવા અંગે હજુ કોઈ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી. પરંતુ આ બાબત સ્પષ્ટ છે કે 10 લાખ રૂપિયાની આવકના નિયમને લાગુ કરવામાં આવશે. અમુક નક્કી કરેલા ઉજ્જવલા લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. બાદમાં બાકી લોકો માટે સબસિડી ખત્મ થઇ શકે છે.

અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અમુક સ્થાનો પર છેલ્લાં ઘણાં મહિનાથી એલપીજી સબસિડી બંધ છે અને આ નિયમ મે 2020થી અમલમાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોવિડ મહામારી દરમ્યાન ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં કડાકો આવ્યાં બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જોકે, સરકારે એલપીજી સિલિન્ડર પર સબસિડી સંપૂર્ણ રીતે બંધ કરી નથી અને આ જોગવાઈ દેશના દૂર-દૂરના વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવી છે.

અહીં સિલિન્ડર પર સબસિડીનો લાભ આપવામાં આવ્યો હતો

 

તાજેતરમાં દેશના 15 રાજ્યોના નક્કી કરેલા જિલ્લામાં એલપીજી સિલિન્ડર પર સબસિડીનો લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 8 રાજ્યોની થઇ ગઇ છે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લદ્દાખ, લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર અને કેટલાંક ઉત્તર-પૂર્વના રાજ્યો સામેલ છે. અહીં એલપીજી સબસિડીની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.

 

સબસિડી પર સરકારનો આટલો ખર્ચ

 

જો સબસિડી પર સરકારનો ખર્ચ જોઈએ તો નાણાંકીય વર્ષ 2021 દરમ્યાન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલેકે ડીબીટી હેઠળ 3559 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં. નાણાંકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયાનો હતો. ડીબીટી સ્કીમની શરૂઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી કે જે હેઠળ ગ્રાહકોને સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના સંપૂર્ણ પૈસા ચૂકવવાના હોય છે. જ્યારે સરકાર તરફથી સબસિડીના પૈસા ગ્રાહકોના બેંક ખાતામાં રિફંડ કરી દેવામાં આવે છે. આ રિફંડ સીધો હોય છે. તેથી સ્કીમનું નામ DBTL રાખવામાં આવ્યું છે.

 

Author : Gujaratenews