કોરોના બાદ દુનિયાના સૌથી ખતરનાક ઝીંકા વાયરસનું સંકટ, પુણેમાં ઝીંકા વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ
01-Aug-2021
મહારાષ્ટ્રમાં કોરોના બાદ ઝીંકા વાયરસનું (Zika Virus) સંકટ તોળાઈ રહ્યું છે. પુણે જિલ્લામાં 50 વર્ષીય મહિલામાં ઝીંકા વાયરસ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. હાલ મહિલાની હાલત સ્થિર છે.
મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં એક 50 વર્ષીય મહિલાને ઝીંકા વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે હાલ, મહિલાની હાલત સ્થિર છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપાવમાં આવી છે.
મહારાષ્ટ્રમાં કોરોના બાદ ઝીંકા વાયરસનું (Zika Virus) સંકટ તોળાઈ રહ્યું છે. કેરળ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ઝીંકા વાયરસના કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં ઝીંકા વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પુણે જિલ્લામાં (Pune) એક 50 વર્ષીય મહિલા ઝીંકા વાયરસથી સંક્રમિત થઈ છે. હાલ મહિલાની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઝીંકા વાયરસની પુષ્ટિ કરવામાં આવી હતી.
બીજી બાજુ, કેરળમાં (Kerala) ઝીંકાના દર્દીઓ સતત વધી રહ્યા છે, કેરળમાં વધુ બે લોકોને આ વાયરસથી સંક્રમિત થતા, હાલ કેરળમાં ઝીંકા વાયરસના કુલ 63 કેસ નોંધાયા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ 63 માંથી 3 દર્દીઓ સક્રિય છે.
ઝીંકા વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે ?
ઝીંકા વાયરસએ મચ્છર દ્વારા ફેલાતો વાયરસ છે. તે મોટે ભાગે એડીસ ઇજિપ્તી મચ્છરના (Aedes Aegypti Mosquito) કરડવાથી થાય છે. આ મચ્છર ડેન્ગ્યુ (Dengue) અને ચિકનગુનિયા પણ ફેલાવે છે. ઝીંકા વાયરસથી સંક્રમિત લોકોમાં તાવ, હાથ -પગમાં દુખાવો, ચામડી પર નિશાન વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
ઝીંકા વાયરસથી બચવા માટેના ઉપાયો
ઝીંકા વાયરસની સારવાર માટે કોઈ દવા કે ઈન્જેક્શન (Injection) નથી. ઝીંકા વાયરસથી બચવા માટે કેટલીક સાવચેતી જરૂરી છે. માટે આસપાસના વિસ્તારોમાં પાણી એકત્રિત ન થવા દો. ઉપરાંત પાણીથી ભરેલી ટાંકીઓ અને વાસણો ઢાંકીને રાખો અને કચરાને ખુલ્લી જગ્યામાં ફેંકવો નહી.
હાલમાં, વિશ્વના 21 થી વધુ દેશો ઝીંકા વાયરસથી સંક્રમિત છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓમાં તેના લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે. આ વાયરસ નવજાત બાળક અને તેની માતાને ઝડપથી અસર કરે છે. ભારત સરકારની (Indian Government) સુચનાને આધારે આરોગ્ય મંત્રાલય દ્વારા ઝીંકાના નિયંત્રણ માટે એક એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. હાલ, એજન્સી દ્વારા વેક્સિન (Vaccine) અને દવાઓનું સંશોધન શરૂ કરવામાં આવ્યુ છે.
20-Aug-2024