હેરિટેજ:વિશ્વ વિરાસત સ્થળોની સંખ્યામાં ભારત દુનિયામાં છઠ્ઠા જ્યારે ગુજરાત રાજ્ય દેશમાં બીજા સ્થાને
01-Aug-2021
ધોળાવીરા અને તેલંગાણાના રામપ્પા મંદિર વિશ્વ ધરોહર જાહેર થઇ ગયા છે. તેની સાથે ભારતમાં વિશ્વ ધરોહર સ્થળોની સંખ્યા 40 થઇ ગઇ છે. દુનિયામાં સંખ્યાની દ્રષ્ટીએ હવે ભારત છઠ્ઠા અને એશિયામાં ચીન બાદ બીજા નંબર પર આવી ગયો છે. તો ભારતની વાત કરવામાં આવે તો એક માત્ર મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વધારે 5 વિશ્વ વિરાસત સ્થળ છે. બીજા નંબર પર ગુજરાતની સાથે રાજસ્થાન છે જ્યાં 4-4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભારતે 1883માં યુનેસ્કોના કન્વેન્સનમાં સહભાગી ગયું હતું. તે જ વર્ષે ભારતના એક સાથે ત્રણ સ્થળો અંજતા-ઇલોરાની ગુફાઓ, આગ્રા કિલ્લો અને તાજમહેલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ થયો હતો. ત્યારબાદ સમયાંતરે ભારતની જુદી-જુદી સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સાઇટ આ યાદીમાં સમાવેશ થઇ રહ્યો છે. દુનિયામાં વિશ્વ વિરાસત સ્થળોમાં યુરોપના દેશોનો દબદબો છે. ટોપના પાંચ દેશોમાં ચાર યુરોપના છે. હવે ભારતના બે સ્થળો ઉમેરાતા કુલ વિશ્વ વિરાસત સ્થળોની સંખ્યા 40 થઇ છે. તેથી દુનિયામાં આ યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે છે. દુનિયામાં કુલ 1120 જેટલી વિશ્વ વિરાસત સ્થળ છે. જેમાંથી 96 આફ્રિકામાં, 86 આરબ રાષ્ટ્રોમાં 86, એશિયા-પેસિફિકમાં 268, યુરોપ-ઉત્તર અમેરિકામાં સૌથી વધારે 528 તથા લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં 141 સાઇટ આવેલી છે. દુનિયામાં આવેલા વિશ્વ વિરાસત સ્થળોમાં 668 સ્થળો સાંસ્કૃતિક, 213 સ્થળો પ્રાકૃતિક અને 39 સ્થળો મિશ્ર છે. ભારતમામાં આવેલા 40 સ્થળો પૈકી 32 સાંસ્કૃતિક અને 7 પ્રાકૃતિક સ્થળો છે. જ્યારે એક મિશ્ર સ્થળ છે.
ભારતમાં આ રાજ્યોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ
ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 5, ગુજરાત અને રાજસ્થાનમાં 4-4, આસામ,બિહાર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પ.બંગાળ અને સિક્કીમમાં 2-2, દિલ્હી, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 3-3 જ્યારે ચંદિગઢ,ગોવા, કેરળ, ઓરિસ્સા, તેલંગણા, ઉતરાખંડમાં 1-1 વિશ્વ વિરાસત સ્થળો છે.
દુનિયામાં સૌથી વધારે ધરોહર ધરાવતા દેશ
દેશ વિશ્વ વિરાસત સ્થળો
ઇટાલી 58
ચીન 56
જર્મની 51
ફ્રાન્સ 49
સ્પેન 49
ભારત 40
મેક્સિકો 35
બ્રિટન 33
રશિયા 30
ઇરાન 26
જાપાન 25
જેને લોકો માત્ર ઠીકરા સમજતા શંભુદાનને સૌ પહેલાં સંસ્કૃતિના અવશેષ લાગ્યા!
1971માં દુકાળ વખતે ધોળાવીરામાં કોઇ હડપ્પન સંસ્કૃતિની વસાહતની કોઇને જાણકારી ન હતી. અહીં તળાવનું ખાણેત્રુ ચાલુ હતુ. તેમાં સભ્યતાના ઠીકરાઓ મળી રહ્યા હતા. સામાન્ય લોકોને તેમાં કોઇ ગત્તાગમ પડતી ન હતી. પરંતુ અહીંના મુકાદમ (મસ્ટર ક્લારર્ક) શંભુદાન ગઢવી આ ઠીકરા કોઇ સામાન્ય ન હોવાનું સમજી ગયા હતા. તેઓ ઠીકરાઓ (સીલ) એકઠા કરતા ગયા હતા. એટલે સુધી કે લોકો તેને ઠીકરીયા તરીકે પણ ઓળખવા લાગ્યા હતા. તેઓએ સીલ એકઠા કરીને ભુજ સુધી લઇ આવ્યા હતા. જેના પગલે જ ધોળાવીરાનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું ધ્યાન ગયું હતું. શંભુદાનભાઇ ગઢવીએ તે વખતે આવી મહેનત ન કરી હોત તો હજુ વર્ષો સુધી ધોળાવીરા ધરતીના પેટાળ નીચે દબાયેલુ હોત.
ધોળાવીરામાં બન્ની- પચ્છમના પ્રવાસીઓ ઉમટ્યા!
યુનેસ્કોએ ધોળાવીરાને વિશ્વ વિરાસત જાહેર કરતા દેશ-વિદેશના લોકો તો ઠીક ખૂદ કચ્છના લોકોની જીજ્ઞાસા ધોળાવીરા પ્રત્યે વધી છે. રવિવારે ધોળાવીરા ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. જેમાં ચોંકાવનારી વાત એ છે કે સૌથી વધારે લોકો બન્ની-પચ્છમથી આવ્યા હતા ! ઘડૂલી-સાંતલપુરનો કાચો માર્ગ ખડીર સુધી ચાલુ થઇ ગયો હોવાથી લોકો ધોળાવીરા પહોંચી ગયા છે !
ઘરકા જોગી જોગરા આૈર બહારકા જોગી સિદ્ધ એ કહેવત અનુસાર યુનેસ્કોએ ધોળાવીરાની મહત્વતા સ્વિકારી છે. પરંતુ કચ્છમાં સેંકડો લોકોએ ધોળાવીરાની મુલાકાત લીધી નથી. પરંતુ હવે દેશ-વિદેશ તો ઠીક સ્થાનિક લોકોની પણ ધોળાવીરાની મુલાકાત લેતા થઇ ગયા છે. હાલ ઘડૂલી-સાંતલપુર માર્ગનું કામ ચાલુ છે. પચ્છમથી ખડીર વચ્ચે કાચો માર્ગ બની ગયો છે. જેના કારણે આ નવા માર્ગ અને ધોળાવીરા બન્નેના રોમાંચના લીધે લોકો ખડીર આવી રહ્યાં છે.
ચોંકાવનારી વાત તો એ હતી કે રવિવારે તો પચ્છમથી એક જીપ પણ આ કાચા માર્ગ પરથી છેક ધોળાવીરા પહોંચી હતી ! બન્ની-પચ્છમના લોકોમાં આ નવા રસ્તો અને ધોળાવીરા જોવા માટેનો રોમાંચ જોવા મળી રહ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024