સોમવારથી ગુજરાતમાં કોઈપણ કેન્દ્ર ઉપરથી રસી લઈ શકાશે

19-Jun-2021

ગાંધીનગર: ગુજરાતમાં 18થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવારે તારીખ ૨૧મી જૂન 2021થી બપોરે ૩ કલાકથી કોરોના વેક્સિન રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજસ્ટ્રેશન કરીને આપવાનો મહત્વપુર્ણ નિર્ણય આવ્યો છે.

અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશમાં ગુજરાત અગ્રમ સ્થાને

ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે, આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે. હવે, આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021 થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટે બપોરે ૩ ક્લાકથી તમામ રસીકરણ કેન્દ્રો પરથી વોક-ઇન-વેક્સિન ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વેક્સિન આપવાની શરૂઆત કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ છે.

Author : Gujaratenews