વિચારોનું પોતાનું કામ આપણને કામ માટે દિશા બતાવવાનું છે, કામ કરવા માટેની પ્રેરણા આપવાથી માણસ સારો બની જતો નથી
08-Jun-2021
માણસે વિચારવું જોઈએ અને ન વિચારવું જોઈએ. વગર વિયાયૅ જે કરે તે પાછળથી પસ્તાય એવું નાનપણથી શીખ્યા છીએ અને સાચું જ શીખ્યા છીએ. પણ વિયાર કરવામાં ને કરવામાં ઘણી વખત ગાડી છૂટી જતી હોય છે એનો ખ્યાલ બહુ મોટી ઉંમરે આવતો હોય છે.
વિચારો કરવા જોઇએ. આપણે જે કંઇ સારાં કામ કરીએ છીએ અને જે કંઇ નઠારાં કામથી દૂર રહીએ છીએ તે આપણે કરેલા વિચારોનું પરિણામ છે. જે કંઇ કરીએ તે કેવી રીતે કરીએ તે સારું એવા વિચારોમાંથી આપણો નક્કર એક્શન પ્લાન તૈયાર થતો હોય છે. અમુક કામ કરવાની મઝા આવશે, પણ એનું પરિણામ માઠું આવશે એવો વિચાર આવવાથી online આપણે એ કામ કરવાની ગમે એટલી લાલચ થાય તો પણ એનાથી દૂર રહીએ છીએ.
નિર્વિચાર અર્થાત્ વિચારો વગરનું મન એક જૂઠ્ઠી કન્સેપ્ટ છે. મન એટલે જ વિચારોનો પ્રવાહ તથા જૂના વિચારોનો સંગ્રહ. વિયારો દિમાગમાં ઉદ્ભવે. કવિઓ દિલની વાત કરે પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ દિલ માત્ર લોહી માટેનું પમ્પિંગ સ્ટેશન છે. કોઈને જોઇને દિલ ધડકે છે એવું કહેવાય છે ત્યારે એને આલંકારિક ભાષા તરીકે સ્વીકારીએ એ બરાબર છે. બાકી કોઈને જોઇને જે કંઇ લાગણી થાય છે તે મગજ દ્વારા પેદા થતાં વિચારોને કારણે થાય છે. દિલ તો કોઈને જુએ કે ન જુએ ધડકતું જ રહે છે. નહીં પડકે એ દિવસે તમારું જયશ્રીકૃષ્ણ થઇ જશે. મનમાં જાતજાતના વિચારો આવે છે એવું કહીએ છીએ ત્યારે એ વિચારો દિમાગમાં આવતા હોય છે. મગજમાં ઉદ્દભવતા હોય છે (અહીં ડાબા મગજ અને જમણા મગજની કામગીરી વિશે પિષ્ટપેષણ કરીને આપણે સાયન્સનો
ક્લાસ નથી લેવો). મન તો એક કન્સેપ્ટ છે, કલ્પના છે, જેમ આત્મા એક કન્સેપ્ટ છે, કલ્પના છે. મગજમાં ચાલતા વિચારો આપણને જીવનની દિશા આપતા રહે છે અને રોજેરોજના જીવનમાં શું કરવું અને શું નહીં તેનો માર્ગ ચીંધતા રહે છે.
વિચારોનું પોતાનું કામ આપણને કામ માટે દિશા બતાવવાનું છે, કામ કરવા માટેની પ્રેરણા આપવાથી માણસ સારો બની જતો નથી, પણ એ વિચારોને સફળતાપૂર્વક અમલમાં મૂક્યા પછી એ સારો માણસ બને છે. તમને કોઈને મદદ કરવાનું મન થયું, કોઈને મદદ કરવાનો વિયાર આવ્યો, તેને કારણે તમે સારા માણસ બની જતા નથી પણ તમે જો એ માણસને મદદ કરો કે કરી શકો તો સારા માણસ બનો છો. એ જ રીતે કોઈને થપ્પડ મારવાનું, કોઈનું ખૂન કરવાનું કે કોઇની સાથે બદમાશી કરવાનું કે ગેર-વર્તાવ કરવાનું મન થાય એને કારણે આપણે ખરાબ બની જતા નથી. એ વિચારને અમલમાં મૂકીએ ત્યારે જ ખરાબ બનીએ છીએ. આમ જે વિયારો અમલમાં ન મૂકાયા હોય તેનો કોઈ અર્થ નથી. હું મંજીરા લઈને આખો વખત વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રૈ ગાતાં ગાતાં ગામમાં ફર્યા કરતો હોઉં તો એને કારણે હું સારો માણસ બની જતો નથી. કેટલાક લોકો એવા ભ્રમમાં હોય છે કે આપણે સારા સારા વિચારો બીજાઓ આગળ વ્યક્ત કરીશું તો સારા દેખાઈશું. ગલત વાત છે. કેટલાક મૂર્ખાઓ કોઇની સારી સારી વાતો સાંભળીને માનતા થઇ જાય છે કે આવી વાતો કહેનારો માણસ સારો છે. આ પણ સરાસર ગલત છે. અમલમાં મૂકાયા વિનાના, અધ્ધર જ ઝૂલતા રહેતા વિચારો, જ્યાં સુધી કસોટીના એરણ પર ના ચડે ત્યાં સુધી એનું મૂલ્ય કરવાનું કામ કપરું હોય છે.
ઘણી વખત આપણે વિચારો કરવામાંથી ઊંચા નથી આવતા. કોઇ મુદની પ્લસ અને માઈનસ સાઇડ્સ વિશે એટલા બધા વિચારો કર્યા કરીએ છીએ કે છેવટે ગૂંચવાઇ જઈએ છીએ. વિચારો કરવા સારી વાત છે પણ વધુ પડતા વિચારો કરતાં રહેવાની આદત અકરાંતિયાપણા જેવી બીમારી છે. વિચારોના વમળમાં અટવાઇ જઇને નિષ્ક્રિય થઇને બેસી રહેવા કરતાં તો ‘જે થશે તે’ એવું વિયારીને ઝંપલાવી દેવું વધારે સારું-પછડાયા તો શીખવા મળશે. નિષ્ક્રિય રહેવામાં તો કોઈ ફાયદો થવાનો જ નથી.
કામ કરવાની આળસ આવે ત્યારે આપણે બહાનાં શોધતાં હોઈએ છીએ અને ઉત્તમ બહાનું હાથવગું એ હોય છે કે ‘લેટ મી થિન્ક અબાઉટ ઇટ’ અને પછી આપણે કંઈક કરીએ' છીએ એવું આપણને (અને બીજાઓને) લાગે એટલે આપણે વિચારો-કરીએ છીએ. કામ કરવાની જેને તત્પરતા હોય, દાનત હોય તે ક્યારેય વિચારોમાં અટવાય નહીં એને ખબર હોય છે કે કામ શરૂ કરતી વખતે કેટલો વિચાર કરવો અને ક્યા તબક્કે વિચારોને અટકાવીને કામ શરૂ કરી દેવુ
જેમ વધુ ખાઇ નાખવાની ટેવ પડી જાય તો અપચો થઈ જાય, પાચનશક્તિ મંદ પડી જાય એમ વધુ પડતા વિચારો કરવાથી આદત પડી જાય તો કામ કરવાની ઇચ્છાશક્તિ મંદ પડી જાય, માણસ આળસુ થઇ જાય, ખયાલી પુલાવ પકવ્યા કરવાથી કદી પેટ ભરાતુ થી એવું નાનપણમાં કોઇએ શિખવાડ્યું હતું, શિખ્યા તો કઇ નહીં આજે તો શિખ્યા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024