મર્ડર મિસ્ટ્રી: PI અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલને સળગાવી હતી, મૃતદેહ નિકાલ કરવામાં કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની મદદ પણ લીધી

25-Jul-2021

VADODARA : PI અજય દેસાઈએ 5 મી જૂનની સાંજે 5 .30થી 8 વાગ્યા દરમિયાન દહેજ નજીક અટાલી ગામમાં નિર્માણાધિન હોટલ નજીક મૃતદેહ સળગાવ્યો હતો. જગ્યાની માલિકી કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની છે.વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની સંડોવણી સામે આવી છે. વડોદરા ગ્રામ્યના પીઆઈ અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલના મૃતદેહનો નિકાલ કર્યો હતો. PIઅજય દેસાઈએ 5મી જૂનની સાંજે 5 .30થી 8 વાગ્યા દરમિયાન દહેજ નજીક અટાલી ગામમાં નિર્માણાધિન હોટલ નજીક મૃતદેહ સળગાવ્યો હતો. જગ્યાની માલિકી કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની છે. વડોદરા ગ્રામ્ય LCBની ટીમે અહીંથી બળેલા માનવ હાડકા શોધી કાઢ્યા હતા. વડોદરા LCBએ કબ્જે લીધેલ અજય દેસાઈના મોબાઈલમાં લોકેશન હિસ્ટ્રીથી અટાલીમાં આચરવામાં આવેલ પાપના પુરાવા મળ્યા હતા. કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની મદદથી અજય દેસાઈએ પત્ની સ્વીટીના મૃતદેહનો નિકાલ કર્યો છે FIR માં કિરીટસિંહ જાડેજાના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છેે.

 

Author : Gujaratenews