ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ જાહેર

23-Aug-2021

Gujarat : ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી આ પરિણામ જોઈ શકે છે. કુલ 27.83 ટકા પરિણામ જાહેર થયું છે. આ વરસે 114193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 114193 માંથી 31785 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8 વાગે બોર્ડની અધિકૃત વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકે છે.

Author : Gujaratenews