નમઃ શાંતાય તેજસે.
જે પરમાત્મા શાંત અને તેજસ્વી છે તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.પરમાત્મા અસ્તિત્વ માત્ર જ નથી,પણ તેનામાં ઘણા ગુણો અને શક્તિ છે.જેથી તે શાંતરૂપ છે.શાંતરૂપ હોવાથી તે શાંતિ પમાડે છે.પણ એકલી શાંતિ ઘણી વખત નિર્માલ્યતાને નોતારે છે એટલે કહે છે કે તેજસ્વી પણ છે.તેજની સાથે શાંતપણું છે તેવા પરમેશ્વરને હું વંદન કરું છું...ભૃતહરી...
આ વેદ ઉપનિષદનો સાચો પરમેશ્વર છે.જે દિશા અને કાળથી પર છે,ભૃતહરી પ્રથમ મંગલાંચરણમાં સ્પષ્ટતા કરતા કહે છે કે...હું કોઈ માણસ ભગવાનનો ઉપાસક નથી,પણ દેશકાળથી પણ અનંત સર્વવ્યાપી ..પરિપૂર્ણ શાશ્વત..સનાતન બ્રહ્મનો ઉપાડક છું.તે માત્ર કોઈ પ્રદેશ કે કાળ પૂરતો જ નથી પણ અનંત કોટિ બ્રહ્માંડોમાં પણ પરિપૂર્ણ છે અને એકજ છે.તેને નમસ્કાર કરીને આગળની રચના રજૂ કરું છું.
આગળના શ્લોક પહેલા તેની ભૂમિકા સમજવા જેવી છે...એક બ્રાહ્મણ શિવજીની ઘોર તપસ્યા કરે છે શિવજી પ્રસન્ન થઈને તેને એક ફળ આપે છે.બ્રાહ્મણે વિચાર અંતે નક્કી કર્યું મારે સ્મર થઈને શું કરવું ? તે તેફળ રાજા ભૃથરીને આપે છે,ભૃતહરી તેની રાણીમાં પુરે પુરા આસક્ત હોય છે,તે ફળ તેઓ રાણીને આપે છે,રાણી અશ્વશાળાના અધિકારીના પ્રેમમાં હોય છે એટલે તે ફળ અશ્વશાળાના અધિકાસરીને આપે છે,અશ્વશાળાનો અધિકારી તે ફળ વેશ્યાને આપે છે....હવે વેશ્યા વિચારે છે કે...મારું આખું જીવન પાપ કરવામાં વીત્યું છે,મેં કેટલાય પુરુષોને ફસાવ્યા છે અને તેના ઘર ભંગાવ્યા છે.તેના પશ્ચાતાપ રૂપે તે ફળ રાજા ભૃતહરીને આપે છે.
રાજા ભૃતહરી ચોંકી જાય છે અને વિચારે છે અરે ! આ ફળ તો મારી પાસે હતું.વેશ્યા પાસે કેવી રીતે પહોંચી ગયું ? તેને દબાણ કરીને પૂછ્યું તો વેશ્યાએ અશ્વપાલનું નામ દીધું.અશ્વપાલને બોલાવી પૂછ્યું તો તેણે રાણીનું નામ આપ્યું ,રાણીને બોલાવી પૂછ્યું તો તેણે કહ્યું કે તે ફળ હું ખાઈ ગઈ.એટલે રાજાએ ફળ કાઢી ને બતાવ્યું,રાણી છોભીલી પડી ગઈ,રાજા ભૃતહરી જે રાણી પર ખુબજ આસક્ત હતો તેને વેરાગ્ય આવી ગયો.
ભૃતહરી ને ભયન્કર પીડા થઈ .પ્રેમ એક પીડા છે.તેમાં પણ અતિપ્રેમમાં દગાબાજી થાય તો તે પીડા અવર્ણીય હોય છે.આ પીડામાંથી સરસ્વતી પ્રગટ થયા અને શ્લોકો રચાતા ગયા .ભૃતહરી એ ત્રણ સતકો રચ્યાં જે અમર થઈ ગયા. 92 લાખ માલવા ની ગાદી છોડી યોગી થઈ ગયા.
આ સંસારમાં ત્રણ પ્રકારના માણસો હોય છે.1.અજ્ઞાની,2.જ્ઞાની.3.અર્ધદગ્ધ. અજ્ઞાની હોવા છતાં જ્ઞાનીપણાનો અહંકાર,ભૃતહરી આ ત્રણે માટે કહે છે કે..અજ્ઞાનીને સરળતાથી રાજી કરી શકાય છે.અને જ્ઞાનીને તો બહુજ સરળતાથી રાજી કરી શકાય છે.પણ જેનામાં અલ્પ જ્ઞાન હોવા છતાં પોતાને મહાન જ્ઞાની માને છે તેવા અર્ધદગ્ધ માણસને રાજી કરી શકાય નહિ.
બળવાન મગરમચ્છ ના દાંતોમાં મણિને કાઢી શકાય,પ્રચંડ ઉછળતા મોજા હોવા છતાં તે સમુદ્રને તરીને પાર કરી શકાય.ફૂંફાડા મારતા સર્પને ફૂલની જેમ ધારણ કરી શકાય પણ કોઈ જિદ્દી મૂર્ખ માણસને રાજી ન કરી શકાય. અર્થાત મૂર્ખાઓ સાથે ધર્મચર્ચા કે શાસ્ત્ર ચર્ચા કરવી નહીં.
ભૃતહરી એ વેરાગ્ય સતક, નીતિ સતક અને સૃગાર સતક ની રચના કરી જે સદ્દભૂત રચનાઓ છે.
અંધારામાં પડછાયો.
સજ્જનની મૈત્રી બપોરની છાયા જેવી હોય છે.પ્રથમ તે ટૂંકી હોય છે પણ જેમ જેમ સૂર્ય ઢળવા લાગે તે તેમ છાયા લાંબી થતી જાય છે.છેક સાંજે તો છાયા ઘણી બધી લાંબી થઈ જતી હોય છે.
સુરેન્દ્ર વ્યાસ......વંદે માતરમ.....મંગલમય દિવસની શુભકામના.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024