માનવતા મરી ગઈ,રેમડેસિવિરની કાળાબજારી યથાવતઃ ૮ નંગ સાથે વધુ બે સોદાગર પકડાયા, હોસ્પિટલનું સંચાલક ઝબ્બે

04-May-2021

સુરત : કોરોનાના દર્દીઓને આપવામાં આવતા. રૅમેડીસીવીર ઇન્જેક્શનો ના કાળાબજારનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી.આજે પણ ખટોદરા પોલીસ અનુસાર પાસે ડમી ગ્રાહક મોકલીને ભેસ્તાનની સાઈદીપ હોસ્પિટલના બે કર્મચારીઓને કુલ ૮ ઇન્જેકશનો સાથે ઝડપી લીધા હતા. પોલીસે હોસ્પિટલના એડમીનને પકડી લેવાના ચક્રોગતિમાન કર્યા છે, હોસ્પિટલનો સંચાલક પણ પકડાયો છે.  

આ અંગે જાણવા મળતી વિગતો  હકીકતમાં સુભાષ યાદવ ભૈસ્તાનની સાઈદીપ હોસ્પિટલમાં નોકરી કરે છે.અને તેણે બીજા કર્મચારી વિશાલ રાજભાઈ ઉગલે પાસે વધારે માત્રામાં રેમેડેસીવીર ઇન્જેક્શન છે. તેમ કહ્યું હતું. જેથી પોલીસે સુભાષના ફોનથી જ વિશાલને પણ બોલાવ્યા હતો અને બીજા છ ઇન્જેક્શન લઈને આવી ગયો હતો. પોલીસે તેને પણ ઝડપી લીધો હતો અને ૮ રેમેડીસીવીર ઇન્જેક્શનો કીમત રૂ.૩૫ હજાર હતી. 

Author : Gujaratenews