પીએનજી-સીએનજીને જીએસટી હેઠળ લવાશે

17-May-2021

નવી દિલ્હી: પીએનજી પાઈપલાઈનથી જે ગેસ ઘર-ઘરમાં પુરો પાડવામાં આવે છે તેના પર ડયુટી ઘટાડીને ગૃહિણીઓને રાહતની શકયતા છે જયારે પણ વ્યાપારી ધોરણે જે પીએનજી અપાય છે તેમાં 18% અને સીએનજીમાં 28%નો દર લાગુ થઈ શકે છે. આ ઉપરાંત ટુ વ્હીલર પરનો જીએસટી ઘટાડીને એક વર્ગને રાહત આપવા અને રોજગારી વધારવાના પ્રયાસો પણ થઈ શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેરમાં પ્રથમ વખત મળી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં હવે ફરી એક વખત દેશના અનેક રાજયોમાં સ્થાનિક લોકડાઉનથી વ્યાપાર ઉદ્યોગને જે મોટો ફટકો પડયો છે તે સંજોગોમાં મે માસમાં જીએસટીની આવક પર પડનારા ફટકાની ચર્ચા થશે અને તેની સાથે કેન્દ્રને જે ‘સેસ’ની આવક થાય છે તેમાં પણ ઘટાડો થવાની શકયતા છે તેના પર વિચારણા કરવામાં આવશે. ગત વર્ષ ઓકટોબર માસ પછી જીએસટી કાઉન્સીલની એક પણ બેઠક મળી નથી તેથી આ વર્ચ્યુલ બેઠક મહત્વની બની રહેશે. જો કે હાલ લાંબા સમયથી જે રીતે દેશના જીએસટી માળખામાં વ્યાપક બદલાવની જે માંગણી થઈ રહી છે

તેના પર હાલ કોઈ ચર્ચા કે નિર્ણય લેવાશે નહી. સમગ્ર જીએસટી રીટર્ન આપવું પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વ્યાપારી વર્ગ સમયસર કોઈ રીટર્ન ભરી શકયા નથી ટેક્ષ પણ ભરાયો નથી અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ સહીતના અનેક વિવાદો યથાવત છે. આ ઉપરાંત ઈન્વટેડ ડયુટી સ્ટ્રકચર લાંબા સમયથી વિવાદમાં છે. જીએસટી હેઠળ કોઈ ઉત્પાદનના કાચા માલ પર જે ડયુટી લાગે છે તે તૈયાર માલ વેચ્યા બાદ ઉત્પાદક ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે પરત મેળવે છે પણ અનેક કેસમાં તૈયાર ઉત્પાદન પરના ટેક્ષ કરતા ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વધી જાય છે જે સ્થિતિ ટાયરમાં છે. જયાં આયાતી ટાયર પર 10% ડયુટી છે જયારે કાચા રબ્બરની આયાત પર 20% ડયુટી છે. જેની આયાત સસ્તી પડે છે અને સ્થાનિક ઉદ્યોગોને ફટકો પડે છે. જયારે સોલાર સીસ્ટમ પર કોઈ ડયુટી નથી પણ તેના છૂટાભાગો આયાત કરે તો 5-10% ડયુટી છે જે યોગ્ય નિર્ણય લેવાશે.


સૌપ્રથમ હવે પેટ્રોલ-ડીઝલ તથા ગેસને જીએસટી હેઠળ લાવવાની લાંબા સમયની માંગ છે પણ હવે પેટ્રોલ-ડીઝલની ઉંચી વેટ આવક કોઈ સરકાર જવા દેવા તૈયાર નથી તેથી પ્રથમ પીએનજીને જીએસટી હેઠળ લાવીને તેની ડયુટી દેશભરમાં એક સમાન 5% કરવામાં આવવી શકે છે. 

Author : Gujaratenews