મ્યુકરથી બચવા આટલું કરો, કેન્સર-ડાયાબિટિસના દર્દીઓ ચેતજો

20-May-2021


કોરોના વચ્ચે મ્યુકરના દેશના અલગ-અલગ હિસ્સામાં અનેક કેસ સામે આવ્યાં છે, જ્યારે અનેક મોત પણ થઇ ચુકી છે. એકલા મહારાષ્ટ્રમાં જ બ્લેક ફંગસના કારણે 90 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. સુરત અને અમદાવાદમાં પણ મોતના આંકડા સામે આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. તે માટે કેટલીક ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. જે બ્લેક ફંગસ છે કે નહીં તે જાણવા અને તેની સારવાર દરમિયાન મદદરૂપ સાબિત થઇ શકે છે. 

કયા દર્દીઓમાં વધુ રિસ્ક
એમ્સ તરફથી ડોક્ટરોને સલાહ આપવામાં આવી છે કે જે દર્દી બ્લેક ફંગસનો શિકાર બનવાના રિસ્ક પર છે, તેમને સતત સૂચિત કરો, ચેકઅપ કરાવો.
જે દર્દીઓને ડાયાબિટીસની બિમારી છે. ડાયાબિટીસ થવા બાદ સ્ટેરોયડ અથવા tocilizumab અપાય હોય
કેન્સરના દર્દી અથવા જૂની બિમારીવાળા દર્દીઓમાં વધુ રિસ્ક
સ્ટેરોયડ અને tocilizumabને વધુ માત્રામાં લે છે.
કોરોનાથી પીડિત ગંભીર દર્દી જે માસ્ક અથવા વેંટિલેટર દ્વારા ઓક્સિજન સપોર્ટ પર છે.


બ્લેક ફંગસ છે કે નહીં કેવી રીતે ખબર પડશે
કોરોના દર્દીઓની સારસંભાળ રાખનારા લોકો અથવા ડોક્ટરો માટે આ લક્ષણ બ્લેક ફંગસ છે કે નહીં તે જાણવું સરળ બનાવશે…
નાકમાંથી લોહી વહેવુ, પોપડી જામવી અથવા કંઇક કાળુ નીકળવુ.
 નાક બંધ હોવુ, માથુ અને આંખમાં દુખાવો, આંખની આસપાસ સોજો, ઝાંખપ આવવી, આંખો લાલ થઇ જવી, ઓછુ દેખાવુ, આંખોને ખોલવા-બંધ કરવામાં સમસ્યા થવી.
ચહેરો સુન્ન થઇ જવો અથવા ઝણઝણાટ અનુભવવી.
મોઢુ ખોલવામાં અથવા કંઇક ચાવવામાં સમસ્યા થવી.
આવા લક્ષણો તમારામાં છે કે નહીં તેના માટે દરરોજ પોતાનીજાતને ચેક કરો, સારી રોશનીમાં ચેક કરો જેથી ચહેરા પર કોઇ અસર હોય તો જોઇ શકાય.
દાંત પડી જવા, મોઢાની અંદર અથવા આસપાસ સોજો આવવો.

બ્લેક ફંગસના લક્ષણો જણાતા શું કરવુ જોઈએ
જો કોઈ દર્દીને બ્લેક ફંગસના લક્ષણો દેખાઈ આવે છે, તો તેની દેખરેખ કરી રીતે રાખવી તેના વિશે એઈમ્સે જાણકારી આપી છે.
કોઈ ENT ડોક્ટર્સનો તાત્કાલિક સંપર્ક કરવો, આંખના એક્સપર્ટનો સંપર્ક કરવો અથવા કોઈ એવા ડોક્ટર્સનો સંપર્ક કરવો, જેનાથી દર્દીની સારવાર થઈ શકે.
ટ્રીટમેન્ટને દરરોજ ફોલો કરો. જો ડાયાબિટીશ છે, તો બ્લડ શુગરને મોનિટર કરતા રહો.
કોઈ અન્ય બિમારી હોય તો તેની દવા લેતા રહો અને મોનિટર કરો.
જાતે જ સ્ટેરોઈડ અથવા કોઈ અન્ય દવાનું સેવન ન કરો, ડોક્ટર્સની સારવાર પર ધ્યાન આપો.
ડોક્ટરની સલાહ પર MRI અને CT કરાવો, નાક અને આંખની તપાસ કરાવવી જરૂરી
આ રાજ્યોમાં કેસો નોંધાતા ફફડાટ
બ્લેક ફંગસના મામલે અત્યાર સુધીમાં યુપી, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત વ્યાપક પ્રમાણમાં કેસો નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં મૈક્સ, સરગંગારામ અને મૂળચંદ હોસ્પિટલમાં કેસો આવી ગયા છે. મૂળચંદ હોસ્પિટલમાં આ બિમારીથી પીડિતથી એક દર્દીનું મોત થઈ ગયુ છે.  રાજસ્થાનમાં આ બિમારીને કોરોનાની માફક મહામારી જાહેર કરવામાં આવી છે.

Author : Gujaratenews