મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા વિધવા બહેનોના અભ્યાસ કરતા સંતાનોને ચોપડા અને પેનનું વિનામૂલ્યે વિતરણ કરાયું

04-Jul-2021

Surat: મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત દ્વારા આયોજીત વિધવા બહેનોના કોલેજમાં અભ્યાસ કરતા સંતાનો માટે ચોપડા અને પેનનું સરસ્વતી વિદ્યા સંકુલ, યોગીચોક ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 335 વિદ્યાર્થીઓને કોલેજ કીટ વિતરણ કરાઈ હતી જેમાં પ્રત્યેક કીટમાં 12 ચોપડા અને 10 બોલપેન હતી. ગયા વિકમાં આ સંસ્થા દ્વારા વિધવા બહેનોના 1 થી 12 ધોરણ અભ્યાસ કરતા બાળકોને 13800 નોટબુકો, 2500 પેન્સિલો અને 7200 બોલપેનનું વિતરણ કરાયું હતું.

Author : Gujaratenews