તાઉતે આવ્યા પછી ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે તત્કાલ વિજપુરવઠો શરૂ કરવા આદેશ આપ્યા, અધિકારીઓને દોડાવ્યા

22-May-2021

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતના આદેશથી લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઇએ તાઉતે વાવાઝોડુ પુરુ થયા પછી પીજીવીસીએલના અધિકારી ઇજનેર ભવાણી, દવેમુરારી અને દવે સાથે મીટિંગ કરી હતી. જેને પગલે તાત્કાલિક લીલીયા તાલુકાને વીજપુરવઠો ચાલુ થાય તે માટે મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ બહાદુરભાઈ બેરાએ પીજીવીસીએલના અધિકારીને કોઇ પણ જાતની મદદ ટ્રેક્ટર, જેસીબીની જરૂર હોય ત્યારે ઉપલબ્ધ કરવા ખાતરી આપી હતી. પીજીવીસીએલના અધિકારીઓએ ઝડપી કામગીરી ઉપાડી છે.

Author : Gujaratenews