ગુજરાતમાં મા, વાત્સલ્યમ્ કાર્ડ ધારકોને, ખાનગી હોસ્પિટલમાં 50 હજારની મર્યાદામાં મળશે કોરોનાની વિનામૂલ્યે સારવાર
12-May-2021
ગુજરાત સરકારે, રાજ્યમાં મા અને વાત્સલ્યમ કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 50, 000ની મર્યાદામાં કોરોનાની સારવાર વિનામૂલ્યે કરાવવાની મંજૂરી આપી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી 80 લાખ પરિવારને કોરોનાની સારવારના ખર્ચમાં રાહત મળશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં આજે મળેલી કોર કમિટીની બેઠકમાં, 30મી જુલાઈ સુધીની મુદત ધરાવતા મા અને મા વાત્સલમ કાર્ડ ધારકો, કોરોનાની સારવાર હવે ખાનગી હોસ્પિટલમાં લેવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે, મા અને મા વાત્સલમ કાર્ડ ધારક, એક દિવસના 5000ની ગણતરીએ, કુલ 10 દિવસની સારવાર માટે રૂપિયા 50, 000ની મર્યાદામાં માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર લઈ શકશે.
Author : Gujaratenews
05-Mar-2025